આ કંપની લોન્ચ કરશે દુનિયાનો પહેલો હાથમાં પહેરી શકાય તેવો સ્માર્ટફોન

PC: bgr.in

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની ZTE Nubiaએ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) 2019માં પોતાનો ફ્લેક્સિબલ હેન્ડસેટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફોનને હાલ nubia-α (Alpha) નામ આપવામાં આવી રહ્યુ છે. તેને સૌથી પહેલા IFA 2018માં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, કંપનીએ આ ફોનને માત્ર પ્રોટોટાઈપ દર્શાવ્યો હતો, જે કામ કરતો નહોતો. હવે લાગી રહ્યુ છે કે, કંપની આ ફોનને ગ્લોબલી લોન્ચ કરી શકે છે. MWC 2019માં Nubia ઉપરાંત, Samsung અને Huawei પણ પોતાનો ફોલ્ડેબલ ફોન લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. તેમજ Xiaomi પણ આ રેસમાં પોતાનો પહેલો ફોલ્ડેબલ ફોન લોન્ચ કરી શકે છે.

nubia-α (Alpha)ને યુઝર હાથમાં ઘડિયાળની જેમ પહેરી શકશે. તેમાં કર્વ્ડ OLED ટચ સ્ક્રીન ડિસ્પ્લે હશે, જેને માટે કંપનીની ફ્લેક્સિબલ ડિસ્પ્લે ટેકનિક Flexનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડિવાઈસમાં ફ્રન્ટ કેમેરા, માઈક્રોફોન અને બટન આપવામાં આવશે. તેમજ તેના બેક પેનલ પર ચાર્જિંગ પિન્સ અને હાર્ટ રેટ સેન્સર પણ આપવામાં આવશે. તેને મેટલ સ્ટ્રેપની સાથે બ્લેક અને ગોલ્ડન કલર વેરિયન્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. હજુ સુધી કંપનીએ આ ફોનની કોઈ ડિટેલ્સ શેર કરી નથી. આ અગાઉ પણ ZTEએ ફોલ્ડેબલ ફોનના ક્ષેત્રમાં પોતાનું લક અજમાવ્યુ હતુ. કંપનીએ ગત વર્ષે MWCમાં બે ડિસ્પ્લેવાળો ZTE Axon M લોન્ચ કર્યો હતો. તેમજ, કંપની એક ડ્યૂઅલ-સ્ક્રીન સ્માર્ટફોન પર પણ કામ કરી રહી છે. તેની સાથે સંકળાયેલો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ ફોનને Nubia Z18ના અપગ્રેડેડ વેરિયન્ટ Nubia Z18S કહેવામાં આવી રહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp