ભારતના 75મા સ્વતંત્રતા દિવસ પર ઓલા તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર કરશે લોન્ચ

PC: auto.hindustantimes.com

ઓલા ઈલેક્ટ્રીક ભારતના 75મા સ્વતંત્રતા દિવસના અવસર પર 15મી ઓગસ્ટે નવી પ્રોડક્ટ લોન્ચ કરવા માટે તૈયાર છે. ગયા વર્ષે આ દિવસે ઓલા ઈલેક્ટ્રીકએ ભારતમાં તેનું પ્રથમ ઉત્પાદન S1 પ્રો ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું હતું. એક વર્ષ પછી, ઓલા ઈલેક્ટ્રિક તેના EV બિઝનેસને ઈલેક્ટ્રિક કાર સાથે એક ઉચ્ચ સ્તરે લઈ જાય તેવી શક્યતા છે. ઓલા આગામી ઈલેક્ટ્રિક ફોર-વ્હીલર માટે ટીઝર બહાર પાડી રહી છે, જે આવતા વર્ષે લોન્ચ થવાની સંભાવના છે. ઓલા ઈલેક્ટ્રીકના સંસ્થાપક અને CEO ભાવિશ અગ્રવાલે આ મહત્વપૂર્ણ જાણકારીની જાહેરાત કરી છે.

અગ્રવાલે આ અપડેટ શેર કરતાં ટ્વિટર પર લખ્યું છે કે, 'આ 15મી ઓગસ્ટે નવી પ્રોડક્ટની જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. અમારી ભવિષ્યની મોટી યોજનાઓ વિશે વધુ વિગતો પણ શેર કરીશ.'

ઓલા ઇલેક્ટ્રિકે કેન્દ્ર સાથે PLI સ્કીમ પર પણ હસ્તાક્ષર કર્યા છે, જે EV નિર્માતાને ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી બનાવવા માટે લિથિયમ-આયન સેલ પર કામ કરવાની મંજૂરી આપશે. ઓલાએ હાલમાં જ તેનો પહેલો લિથિયમ-આયન સેલ રજૂ કર્યો હતો. કંપની એક નવા અને મોટા પ્લાન્ટની પણ જાહેરાત કરે તેવી અપેક્ષા છે જેનો ઉપયોગ બેટરી સેલ ટેક્નોલોજી સાથે તેની નવી ઇલેક્ટ્રિક કાર વિકસાવવા માટે કરવામાં આવશે.

જૂનની શરૂઆતમાં, ઓલા ઈલેક્ટ્રીકે ઓલા ફ્યુચરફેક્ટ્રી ખાતે ઓલા ગ્રાહક દિવસ દરમિયાન તેના આગામી ઇલેક્ટ્રિક ફોર-વ્હીલરની એક ઝલક આપી હતી. અગ્રવાલે કહ્યું હતું કે પ્રોડક્ટ વિશે વધુ વિગતો 15 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. તેમણે ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં ગ્રાહકો માટે સર્વશ્રેષ્ઠ ઉત્પાદનો વિકસાવવા માટે પણ પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

EV નિર્માતા દ્વારા શેર કરવામાં આવેલ એક ટીઝર વિડિયોમાં અગાઉ ઓલા ઇલેક્ટ્રિક ફોર વ્હીલરના લુક અને ફીલનો સંકેત આપવામાં આવ્યો હતો. તેમાં લાલ રંગ, આકર્ષક LED DRL, આગળ અને પાછળની ડિઝાઇન અને નાની ઝલકમાં બાજુની પ્રોફાઇલ દેખાડવામાં આવી હતી. ઈલેક્ટ્રિક ફોર વ્હીલરમાં આગળ અને પાછળ બંને તરફ 'Ola' નો લોગો છે.

ઓલા હાલમાં તેની EV ફોર વ્હીલર ફેક્ટરી માટે લગભગ 1,000 એકર જમીન હસ્તગત કરવા માંગે છે. તૈયાર થશે ત્યારે, તે તેની ફ્યુચરફૅક્ટરીના સાઈઝ કરતાં લગભગ બમણું હશે, જ્યાં તે હાલમાં S1 Pro ઇલેક્ટ્રિક સ્કૂટરનું ઉત્પાદન કરે છે. Ola ઇલેક્ટ્રિક હાલ ભારતમાં S1 Pro ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું વેચાણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp