26th January selfie contest

OnePlus 9RT લોન્ચ, સ્નેપડ્રેગન 888 પ્રોસેસર સાથે મળશે આ ફીચર્સ, જાણો કિંમત

PC: indianexpress.com

ચીની સ્માર્ટફોન મેકર OnePlusએ OnePlus 9RT લોન્ચ કરી દીધો છે. હાલમાં તેને ચીનમાં જ રજૂ કરવામાં આવ્યો છે અને ભારતમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે તેને લઈને કંપનીએ અત્યારે કશું જ કહ્યું નથી. OnePlus 9RTની શરૂઆતી કિંમત CNY 3299 (ભારતીય ચલણ મુજબ લગભગ 38,500 રૂપિયા) છે. આ કિંમત પર 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિયન્ટ મળશે. બીજા વેરિયન્ટમાં 8GB RAM અને 256 GB RAM સ્ટોરેજ છે. તેની કિંમત ચીનમાં CNY 3499 (લગભગ 40,900 રૂપિયા) છે. ટૉપ વેરિયન્ટમાં 12GB RAM સાથે  256GB સ્ટોરેજ આપવામાં આવી છે અને તેની કિંમત CNY 3799 (લગભગ 44,400 રૂપિયા) રાખવામાં આવી છે.

OnePlus 9RTના સ્પેસિફિકેશન્સ અને ફિચર્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં  6.62 ઈંચની E4 OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તેની સાથે જ 120Hzની રિફ્રેશ રેટનો સપોર્ટ છે અને તેમાં 1300 નિટ્સની પીક બ્રાઇટનેસ છે. OnePlus 9RTમાં Qualcimm Snapdragon 888 ચિપસેટ આપવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે OnePlusના આ સ્માર્ટફોનમાં Oppoનું નવું Color OS 12 આપવામાં આવ્યું છે તે Android 12 પર ચાલે છે.

શું હવે ભારતમાં પણ OnePlusના સ્માર્ટફોનમાં Oxygen OSના બદલે Color OS આપવામાં આવશે? આ હાલમાં સવાલ છે જેનો જવાબ તમને જલદી જ મળી જશે. OnePlus 9RTમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. પ્રાઇમરી લેન્સ 50 મેગાપિક્સલનો છે. તેમાં Sony IMX766નો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ સિવાય 16 મેગાપિક્સલનો વાઈડ એંગલ લેન્સ છે જ્યારે એક માઇક્રો લેન્ડ છે. સેલ્ફી માટે સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોનની બેટરી 4500mAhની છે અને તેની સાથે Warp Charge 65T આપવામાં આવ્યું છે જે હકીકતમાં 65W ચાર્જર છે. OnePlus 9RT 5G સ્માર્ટફોન અને એ સિવાય કનેક્ટિવિટી માટે તેમાં USB ટાઇપ C પોર્ટ અને બીજા સ્ટાન્ડર્ડ ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં બ્લૂટૂથ અને વાઇ-ફાઈ જેવા ફીચર્સ સામેલ છે. OnePlus 9RT સિવાય કંપની OnePlus Buds Z2 નામના નવા True Wireless Stereo (TWS) ઈયરબડ્સને પણ લોન્ચ કરવાની છે.

ઈયરબડ્સને લઈને કહેવામાં આવી રહ્યું છે કે 40 Decibelsનું એક્ટિવ નોઈસ કેન્સિલેશન આપવામાં આવશે. તેની અન્ય જાણકારી હાલમાં સામે આવી નથી. OnePlus 9RT અને OnePlus Buds Z2ના લોન્ચ બાદ પ્રી-બુકિંગની શરૂઆત કરી દેવામાં આવશે તો આ ખરીદી માટે ચીનમાં 19 ઓક્ટોબરથી ઉપલબ્ધ થશે. બંને જ ડિવાઇસને લઈને માનવામાં આવી રહ્યું છે કે તે ભારતમાં દસ્તક દેશે. ભારતમાં લોન્ચ સાથે જોડાયેલી સ્પષ્ટ જાણકારી સામે આવી નથી. જોકે ભારત OnePlus માટે મુખ્ય માર્કેટ છે એટલે કંપની અહીં પણ જલદી જ લોન્ચ કરશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp