100W ફાસ્ટ ચાર્જ સપોર્ટ સાથે OnePlusનો પાવરફુલ સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત

PC: businessinsider.in

OnePlus 11 5G ને Qualcomm Snapdragon 8 Gen 2 પ્રોસેસર સાથે રજૂ કરવામાં આવ્યો છે, જે હાલમાં માર્કેટમાં એન્ડ્રોઇડ માટે સૌથી પાવરફુલ પ્રોસેસર છે. OnePlus 11 ભારતમાં 7 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે.

OnePlus 11 5G લોન્ચ કરવામાં આવ્યો છે. આ કંપનીનો અત્યાર સુધીનો સૌથી પાવરફુલ ફોન છે. આ ફોનને આવતા મહિને ભારતમાં રજૂ કરવામાં આવશે. આ ફોનમાં Qualcomm Snapdragon 8 Gen 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. અહીં તમને આ ફોનની ડિટેલ્સ અને કિંમત જણાવી રહ્યાં છો.

OnePlus 11 5Gમાં 6.7-ઇંચની QHD + E4 OLED સ્ક્રીન આપવામાં આવી છે. તેનો રિફ્રેશ રેટ 120Hzનો છે. આમાં HDR 10+ ની સાથે LTPO 3.0 ને પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. તેનાથી રિફ્રેશ રેટ કંટેંટને ઓટોમેટિકલી એડજસ્ટ થશે.

આ ફોનમાં પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. કંપનીએ તેમાં Qualcomm Snapdragon 8 Gen 2 પ્રોસેસર આપ્યું છે. OnePlus 11 5G Android 13-બેસ્ડ OxygenOS પર કામ કરે છે. OnePlusના આ ફોન સાથે 100W ચાર્જર રિટેલ બોક્સમાં આપવામાં આવ્યું છે.

જોકે, તેમાં વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ આપવામાં આવ્યો નથી. વોટર અને ડસ્ટ રસિસ્ટેંટ માટે તેમાં IP54 રેટિંગ આપવામાં આવ્યું છે. ફોનમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે. સિક્યોરિટી માટે તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ સાથે આઇકોનિક એલર્ટ સ્લાઇડ આપવામાં આવી છે.

ફોટોગ્રાફીની વાત કરીએ તો તેના રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેનો પ્રાઈમરી કેમેરા 50-મેગાપિક્સલનો છે. આ સાથે 48-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ અને 32-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનના ફ્રંટમાં સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે 16-મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

OnePlus 11 5Gને હાલમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન ભારતમાં 7 ફેબ્રુઆરીએ લોન્ચ થશે. તેની શરૂઆતી કિંમત RMB 3,999 રાખવામાં આવી છે. ભારતીય ચલણમાં આ કિંમત લગભગ 48 હજાર રૂપિયા થાય છે.

OnePlus Buds 2 Pro વિશે વાત કરીએ તો, તેને Dynaudio અને MelodyBost સાથે ભાગીદારીમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેમાં ડ્યુઅલ ડ્રાઈવર છે. Buds સાથે સ્ટીરિયો ગ્રેડનો ઓડિયો મળશે. OnePlus Buds 2 Proમાં 11mm અને 6mmના બે ડ્રાઇવર છે. તેમાં ક્રિસ્ટલ પોલિમર ડાયફ્રોમ છે. આ સિવાય OnePlus Buds 2 Proમાં એક્ટિવ ન્વાઈઝ કૈંસિલેશન પણ છે. કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.3 LE છે. OnePlus Buds 2 Proની બેટરીને લઈને 39 કલાકના બેકઅપનો દાવો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp