ડ્યૂઅલ રિયર કેમેરા સાથે ભારતમાં લોન્ચ થયો Oppo A3s, જાણો કિંમત અને ફીચર્સ

PC: firstpost.com

ચાઇનીઝ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપની Oppoએ ભારતમાં પોતાનો એક નવો સ્માર્ટફોન Oppo A3s લોન્ચ કરી દીધો છે. Oppo A3s કંપનીનો બજેટ ફોન છે જેની કિંમત 10,990 રૂપિયા છે. ફોનનું વેચાણ 15 જુલાઈથી શરુ થશે. આ ફોન 2 GB રેમ અને 16 GB ઇનબિલ્ટ સ્ટોરેજના એક વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. આ ફોનની ખાસિયતની વાત કરવામાં આવે તો તેમાં ડ્યૂલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ફોનની બેટરી 4230mAhની હશે. કેમેરા સાથે Oppoની આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ આધારિત બ્યૂટી ટેકનોલોજી 2.0 પણ મળશે.

ફોનમાં 6.2 ઇંચનું નોચ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ફોનમાં મ્યૂઝિક પાર્ટી ફીચર પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ફોનમાં ડ્યૂલ સીમ, એન્ડ્રોઇડ ઓરિયો 8.1, ઓક્ટાકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 450 પ્રોસેસર, 2 GB રેમ અને 16 GB સ્ટોરેજ છે.

ફોનના કેમેરાની વાત કરીએ તો તેમાં ડ્યૂલ રિયર કેમેરો મળશે જેમાં 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો લેન્સ હશે. આ ફોનમાં ફ્રન્ટ કેમેરો 8 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. ફોનના ફ્રન્ટ અને રિયર બંને કેમેરા સાથે ફ્લેશ લાઈટ આપવામાં આવી છે. આ ફોનમાં 4G VoLTE, વાઈફાઈ અને બ્લૂટૂથ જેવી ફેસિલિટી પણ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp