Oppo A9xના સ્પેસિફિકેશન્સ લીક, જાણો તેના ફીચર્સ અને સંભવિત કિંમત

PC: fonearena.com

Oppoએ ગત મહિને ચીની બજારમાં Oppo A9 સ્માર્ટફોનને લોન્ચ કર્યો હતો. હવે ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની તેનું અપગ્રેડેડ વેરિયન્ટ Oppo A9X લોન્ચ કરવાની છે. આ સ્માર્ટફોન ચીનની હોમ વેબસાઈટ પર લિસ્ટ થઈ ચુક્યો છે. લિસ્ટિંગ અનુસાર, Oppo A9X ખરીદવા માટે તમારે 20 મે સુધી રાહ જોવી પડશે.

A9Xની ડિઝાઈન જોવામાં Oppo A9ને મળતી આવે છે. તેમાં મુખ્ય અંતર Meteorite બ્લેક કલર વેરિયન્ટમાં હશે. A9 મીકા ગ્રીન, આઈસ ઝેડ વ્હાઈટ અને ફ્લોરાઈટ પર્પલ શેડ્સમાં મળે છે. Oppo A9x 6GB/ 128GB વેરિયન્ટ ખરીદવા માટે તમારે આશરે 20300 રૂપિયા ખર્ચવા પડશે.

A9xની બેક પેનલ પર 48MP શૂટર ઉપલબ્ધ હશે. તેનું ટેકનિકલ હાર્ડવેર Oppo F11ને મળતું હશે. Oppo F11 ભારતીય માર્કેટમાં 18 મેથી વેચાણ માટે ઉપલબ્ધ હશે.

Oppo A9xનો સેલ્ફી શૂટર AI સપોર્ટની સાથે 16MPની સાથે આવશે. A9xમાં 6.3 ઈંચ વોટરડ્રોપ નોચ ડિસપ્લે ફુલ HD+ની સાથે આવશે. ફોનમાં MediaTek 12nm P70 ઓક્ટા-કોર ચિપસેટ આપવામાં આવ્યું છે.

A9xમાં 4020mAh બેટરીની સાથે VOOC 3.0 20W ફ્લેશ ચાર્જ ટેકનોલોજી આપવામાં આવશે. A9x ColorOS 6ની સાથે Android Pie પર કામ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp