જાણો નવા લોન્ચ કરાયેલા Oppo R17 Pro અને R17ની કિંમત વચ્ચે 11000નો તફાવત શા માટે?

PC: amazone.in

મુંબઈમાં યોજાયેલી એક ઈવેન્ટ દરમિયાન સ્માર્ટફોન નિર્માતા કંપની Oppoએ બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. Oppo R17 Pro અને Oppo R17ને ઘણા સારા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. તેમની કિંમતમાં 11000 રૂપિયાનુ અંતર છે. તેના ઘણા ફીચર્સ એક જેવા જ છે, પરંતુ તેમાં એવા તે કયા ફેરફારો કરવામાં આવ્યા છે, જેને કારણે તેની કિંમતમાં 11000 રૂપિયાનો ફરક છે તેના વિશે થોડી માહિતી મેળવી લઈએ. જણાવી દઈએ કે, R17ની કિંમત 34990 રૂપિયા છે, જ્યારે R17 Proની કિંમત 45990 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આ બંને ફોનમાં કેમેરા સેગમેન્ટ અલગ-અલગ આપવામાં આવ્યા છે. ફોટોગ્રાફી પ્રમાણે R17 Pro વધુ સારો છે. તેના રિયર પેનલ પર ત્રણ કેમેરા સેન્સર આપવામાં આવ્યા છે. તેનુ પહેલુ સેન્સર 12 મેગાપિક્સલનુ હશે, જેનો અર્પચર f/1.5-2.4 છે. બીજુ સેન્સર 20 મેગાપિક્સલનુ છે, જેનો અર્પચર f/2.6 છે અને ત્રીજુ સેન્સર TOF 3D સ્ટીરિયો કેમેરા છે. આ ઉપરાંત, તેનો રિયર કેમેરા ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબલાઈઝેશન, ડ્યૂઅલ પિક્સલ PDAF અને અલ્ટ્રા નાઈટ મોડ જેવા ફીચર્સ સાથે આવે છે. હવે, વાત કરીએ સેલ્ફી કેમેરાની. યુઝર્સને સેલ્ફી માટે 25 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે, જેનો અર્પચર f/2.0 છે. જો R17ની વાત કરીએ તો તેમાં ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 16 મેગાપિક્સલનો પ્રાયમરી સેન્સર અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યો છે. તેમજ 25 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે. જણાવી દઈએ કે, આ બંને ફોન વચ્ચે આ જ મુખ્ય અંતર છે, જેને કારણે R17 Proની કિંમત R17 કરતા 11000 રૂપિયા વધુ છે.

R17 Proમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 710 ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યુ છે. તેમજ R17માં ક્વાલકોમ સ્નેપડ્રેગન 670 પ્રોસેસર આપવામાં આવ્યુ છે. બેટરીની વાત કરીએ તો R17 Proમાં 3700mAhની બેટરી આપવામાં આવી છે, જ્યારે R17માં 3500mAhની બેટરી આપવામાં આવી છે.

આ બંને જ ફોન્સમાં 6.4 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનુ પિક્સલ રિઝોલ્યુશન 1080*2340 પિક્સલ છે. તેનો આસ્પેક્ટ રેશિયો 19:5:9 છે. આ ઉપરાંત, ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત, બંને ફોન્સમાં એન્ડ્રોઈડ 8.1 ઓરિયો પર આધારિત કલર Os 5.2 પર કામ કરે છે. તેમજ બંને ફોન્સમાં 8GB રેમ અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp