Royal Enfieldની બાઇક્સ હવે પડશે મોંઘી, કિંમતોમાં થયો આટલો વધારો

PC: getwallpapers.com

Royal Enfieldની બાઇક્સ ખરીદવી હવે મોંઘી થઇ ગઈ છે કારણ કે કંપનીએ પોતાની બાઇકની કિંમત વધારી દીધી છે. Royal Enfieldએ Interceptor 650 અને Continental GT 650ને બાદ કરતા બધી બાઇક્સની કિંમત લગભગ 1500 રૂપિયા સુધી વધારી દીધી છે. તેમાં Bullet 350 STDથી લઈને Thunderbird 500X પણ શામેલ છે.

Royal Enfieldએ સત્તાવાર રીતે કિંમતમાં વધારાની જાહેરાત નથી કરી પરંતુ ડિલર્સ ફેબ્રુઆરીથી નવી કિંમત પર બાઇક વેચી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર કેટલાક ડિલરોએ જણાવ્યું કે બાઇક્સની કિંમતમાં વધારો કંપનીના વાર્ષિક વધારાનો ભાગ છે જે જાન્યુઆરીમાં થવાનો હતો. કોઈ કારણસર મોડું થતા તેને ફેબ્રુઆરીમાં કરવામાં આવ્યો હતો.

કિંમતમાં વધારા પછી Bullet 350 STDનો ભાવ 1,17,660 રૂપિયા થઈ ગયો છે જ્યારે પહેલા તે 1,16,207 રૂપિયા હતો. 2,05,189 રૂપિયામાં મળતી thunderbird 500 ABS હવે 2,06,645 રૂપિયાની થઈ ગઈ છે. Himalayan ABSની કિંમત પહેલા જ્યાં 1,78,833 રૂપિયા હતી તેની કિંમત હવે 1,80,289 રૂપિયા થઈ ગઈ છે. જોકે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર હજી સુધી નવી કિંમત અપડેટ નથી કરાઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp