એ 5 કાર જે થઈ ગઈ મોંઘી, કોઈક તો હાલમાં જ થઈ છે લોન્ચ

PC: livemint.com

વાહન કંપનીઓએ આ વર્ષે એક પછી એક કરીને પોતાની કારોના ભાવ વધાર્યા છે. મોટાભાગની વાહન કંપનીઓ આ વર્ષે ત્રણથી ચારવાર પોતાની કારના ભાવ વધારી ચુકી છે. તેમા એવી કારો પણ સામેલ છે, જેને થોડાં મહિના પહેલા જ લોન્ચ કરવામાં આવી છે. આ રીતે ઘણી કારોના ભાવ 50-55 હજાર રૂપિયા સુધી વધી ગયા છે.

Tata Nexon

આમા સૌથી પહેલો ઉલ્લેખ આવે છે Tata Nexonનો, જેની કિંમતો આ વર્ષે અત્યારસુધીમાં 56500 રૂપિયા સુધી વધી ચુકી છે. Tata Motorsએ સૌથી પહેલા જાન્યુઆરીમાં તેના ભાવ 15 હજાર રૂપિયા સુધી વધાર્યા હતા. ત્યારબાદ કંપનીએ તેના ભાવમાં મે મહિનામાં 17 હજાર રૂપિયા અને ઓગસ્ટમાં 13500 રૂપિયા સુધીનો વધારો કર્યો. ગત અઠવાડિયે Tata Motorsએ Nexonના વિવિધ મોડલોના ભાવ 11 હજાર રૂપિયા સુધી વધારી દીધા. Tata Motorsએ નવેમ્બરમાં Nexon ઉપરાંત Tiago, Tigor અને Altrozના ભાવમાં પણ વધારો કર્યો છે.

Hyundai Creta

Hyundaiની સૌથી વધુ પસંદ કરાતી કારોમાંથી એક Cretaના ભાવ પણ વધારવામાં આવી ચુક્યા છે. Hyundai Cretaના ભાવમાં ઓગસ્ટમાં 19600 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો. કંપનીએ Hyundai Creta ડીઝલના ભાવને પણ 12100 રૂપિયા સુધી વધારી દીધા છે. આ ઉપરાંત, Hyundai Venueની કિંમતોમાં 7134 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો.

SUV Vitara Brezza

ભારતની સૌથી મોટી પેસેન્જર કાર કંપની Maruti Suzuki પણ ભાવ વધારવામાં પાછળ નથી. Maruti Suzukiએ સપ્ટેમ્બરમાં પોતાની ઘણી કારોના ભાવ વધાર્યા, જેમા SUV Vitara Brezza પણ સામેલ છે. તેના ભાવ 10 હજાર રૂપિયા સુધી વધારવામાં આવ્યા. કંપનીએ પોતાના ઘણા મોડલોના ભાવ 7500થી 22500 રૂપિયા સુધી વધારી દીધા છે. સૌથી વધુ 22500 રૂપિયાની વૃદ્ધિ Eecoના ભાવમાં કરવામાં આવી.

Mahindra XUV 700

હાલમાં જ લોન્ચ Mahindra XUV 700નું નામ પણ આ લિસ્ટમાં છે. આ વર્ષે ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવેલી આ SUVના ભાવ બે મહિનાની અંદર 10 હજારથી લઈને 50 હજાર રૂપિયા સુધી વધારવામાં આવ્યા. કંપનીના બેઝિક મોડલ MX Petrolના ભાવમાં 50 હજાર રૂપિયા અને ટોપ મોડલ AX7 Diesel AT AWD Luxury Packના ભાવમાં 10 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો.

Kia Seltos

ભાવ વધારનારી કંપનીઓમાં Kia Motorsનું નામ પણ છે. કંપનીએ પોતાના વિવિધ મોડલ્સના ભાવ વધારવાની સપ્ટેમ્બરમાં જાહેરાત કરી હતી. Kia Seltos પેટ્રોલના ભાવ જ્યાં 10 હજાર રૂપિયા વધારવામાં આવ્યા, ત્યાં ડીઝલ વર્ઝનના ભાવ 20 હજાર રૂપિયા સુધી વધારવામાં આવ્યા. કંપનીએ Kia Sonetના ભાવમાં પણ 10 હજારથી 20 હજાર સુધીનો વધારો કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp