Jio કરશે ટૂંક સમયમાં ધમાકો, 400મા જોઈ શકશો HD ચેનલ્સ

PC: gadgets360cdn.com

ટેલિકોમ સેક્ટરમાં પોતાની મોનોપોલી બનાવ્યા પછી Reliance Jio ટૂંક સમયમાં મોટો ધમાકો કરવાની તૈયારી કરી રહ્યું છે. માર્કેટમાં મળી રહેલી માહિતી પ્રમાણે Reliance ભારતીય DTHમાં એન્ટ્રી કરવા જઈ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, Reliance, Jio હોમ ટીવીના નામથી DTH માર્કેટમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. Jio તેના માટે એનહાન્સ્ડ મલ્ટી મીડિયા બ્રોડકાસ્ટ મલ્ટી કાસ્ટ સર્વિસ(eMBMS) દ્વારા સર્વિસ શરૂ કરશે. આ ટેક્નોલોજી હાલમાં ચાલી રહેલી DTH સર્વિસ ઘણી અલગ રહેશે.

આ સર્વિસને લોન્ચ કર્યા પછી તમને 200 SD ચેનલ માટે માત્ર 200 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. જ્યારે HD ચેનલ જોવા માટે 400 રૂપિયા ખર્ચવા પડશે. તેનો મતલબ એ છે કે તમારે પ્રત્યેક SD ચેનલ માટે એક રૂપિયો અને HD ચેનલ માટે બે રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

eMBMS એક હીબ્રિડ ટેક્નોલોજી છે જેનો ઉપયોગ કરવા માટે ઈન્ટરનેટની જરૂર પડતી નથી. હાલમાં જ Jio બ્રોડકાસ્ટ એપને ગુગલ પ્લે સ્ટોરમાં જોવા મળ્યું હતું. જેમાં Jio HD ક્વોલિટીની સ્ટ્રીમિંગ Jio બ્રોડકાસ્ટ સર્વિસમાં આપશે. ગયા વર્ષે Jioએ આ વાતની પુષ્ટિ આપી હતી કે eMBMS ટેક્નોલોજીનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp