Redmi Note 12 Pro Plus 5G ફોન ખરીદતા પહેલા જાણી લો લેવા જેવો છે કે નહીં આ ફોન

PC: business-standard.com

Xiaomi આજે દુનિયાભરના માર્કેટમાં એક મોટો પ્લેયર છે. પરંતુ, કંપનીનો પાયો Redmi Note સીરિઝ પર ઊભો છે. શરૂઆતી દિવસોમાં  Note સીરિઝે જ Xiaomiને એક અલગ ઓળખ આપી. ભારતમાં Redmi Note સીરિઝના 8 વર્ષ પૂરા થઈ ચુક્યા છે. કંપનીએ આ દરમિયાન લાખો ડિવાઈઝ વેચ્યા છે. વધતી કોમ્પિટીશને  Redmi Noteની રાહ મુશ્કેલ બનાવી દીધી છે. ભારતમાં બ્રાન્ડે Redmi Note 12 સીરિઝ લોન્ચ કરી દીધી છે. આ સીરિઝનો ટોપ ડિવાઈઝ Redmi Note 12 Pro Plus 5G છે. તેના નામની લંબાઈની જેમ જ ડિવાઈઝની કિંમત પણ વધતી જઈ રહી છે. ક્યારેય મિડ રેન્જ બજેટમાં આવનારો આ ડિવાઈઝ હવે 30 હજાર રૂપિયાના બજેટમાં પહોંચી ગયો છે.

કંપનીએ તેને પ્રીમિયમ મિડ રેન્જ બજેટમાં લોન્ચ કર્યો છે. રેડમીએ પોતાના મિડ રેન્જ ફ્લેગશિપ સ્માર્ટફોનમાં 200 MPનો મેઇન લેન્સ આપ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, ફોન 19 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જાય છે. તેમા 120 Wનું ફાસ્ટ ચાર્જિંગ મળે છે.

Redmi Note 12 Pro Plus 5Gના સ્પેસિફિકેશન્સ

સ્ક્રીન- 6.67 ઈંચની Pro AMOLED ડિસ્પ્લે, 120 Hz રિફ્રેશ રેટ

પ્રોસેસર- Media Tek Dimensity 1080 SoC

ઓપરેટિંગ સિસ્ટમ- Android 12 પર બેઝ્ડ MIUI

રિયર કેમેરો- 200 MP+ 8MP+ 2MP

ફ્રન્ટ કેમેરો- 16MP

બેટરી અને ચાર્જિંગ- 4980mAh, 120W ચાર્જિંગ

કોઈપણ ફોનને જોઈએ તો પહેલી નજર તેની ડિઝાઈન પર જાય છે. એવુ જ કંઈક આ સ્માર્ટફોન સાથે પણ થયુ. રિયર પેનલ ગ્લોસી ફિનિશ સાથે આવે છે. તેમા ગ્લાસ બેક આપવામાં આવ્યું છે. ફિંગરપ્રિન્ટ નથી પડતી. તેમા મેટેલિક ફ્રેમ નથી મળતી. બ્રાન્ડે લોન્ચ ઈવેન્ટમાં તેની ડિસ્પ્લે પર ઘણી વાતો કરી હતી.

જોકે, આ બજેટ પ્રમાણે ડિસ્પ્લે સારી છે, પરંતુ તેને બેસ્ટ ના કહી શકાય. આ સેગમેન્ટમાં બીજા પણ સારા ઓપ્શન મળે છે. સ્ક્રીનની બ્રાઈટનેસ સારી છે. તેને ઈન-ડોર યુઝ કરો અથવા તડકામાં છતા કોઈ ફરિયાદ નથી મળતી. કલર ખૂબ જ બ્રાઈટ દેખાય છે. લાંબા સમય સુધી વીડિયો જોઈ શકાય છે. જોકે, ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ ના હોવુ થોડું ખટકે છે. રિફ્રેશ રેટમાં ક્યાંય પણ લેગિંગ નથી દેખાતી.

Redmi Note 12 Pro Plus 5Gમાં MediaTek Dimensity 1080 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે આ સેગમેન્ટના બીજા ફોન્સમાં પણ જોવા મળે છે. ડેલી યુઝમાં તેનું પરફોર્મન્સ સારું છે. તમે આ ફોનમાં ગેમિંગ પણ સરળતાથી કરી શકો છો. સ્માર્ટફોન Android 12 પર બેઝ્ડ MIUI પર કામ કરે છે. MIUIમાં પહેલાની સરખામણીમાં બ્લોટવેયર્સ ઓછાં થયા છે. રેડમીના આ હેન્ડસેટને માત્ર બે જ એન્ડ્રોઈડ અપડેટ મળશે. કંપની તેના સિક્યોરિટી અપડેટ આપતી રહેશે, પરંતુ એન્ડ્રોઈડ અપડેટ્સ માત્ર 14 સુધી જ મળશે. એવામાં Android 12ની સાથે લોન્ચ કરવો યોગ્ય નહોતો.

Redmi Note 12 Pro Plus 5Gમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર મળે છે, જેનો આઉટપુટ સારો છે. તેમા કંપનીએ 3.5mm જેક પણ આપ્યો છે. પરંતુ, તેમા સ્ટોરેજ એક્સપાન્ડ કરવાનો કોઈ ઓપ્શન નથી. Redmi Note 12 Pro Plus 5Gમાં 200MPનો મેન કેમેરો મળે છે, જે Samsung HPX સેન્સર છે. તેની મદદથી તમે સારા ફોટો ક્લિક કરી શકો છો. તેમા 8MPનો અલ્ટ્રા વાઈડ એન્ગલ આપવામાં આવ્યો છે. ત્રીજો લેન્સ 2MPનો મળે છે. ફ્રન્ટમાં 16MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. Redmi Note 12 Pro Plus 5Gમાં 4980mAhની બેટરી આપવામાં આવી છે. તેમા 120Wનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.

Redmi Note 12 Pro Plus 5Gમાં તમને લગભગ તમામ જરૂરી ફીચર્સ મળે છે. તેમા તમને સારી ડિસ્પ્લે, સારો કેમેરા અને દમદાર બેટરી જેવા ફીચર્સ મળે છે. આ તમામ ફીચર્સ માટે તમારે થોડી વધુ કિંમત ચુકવવી પડશે. ઓફર્સ સાથે આ હેન્ડસેટ એક આકર્ષક ઓપ્શન છે પરંતુ, તેમા કેટલાક માઈનસ પોઈન્ટ્સ પણ છે. સ્માર્ટફોનનું Android 12 સાથે આવવુ અને ટેલીફોટો લેન્સનું ના હોવું થોડું નિરાશ કરે છે. ફોનનું વજન પણ થોડું વધુ છે. ફોન 26999ની શરૂઆતી કિંમત પર આવે છે અને તેનું ટોપ વેરિયન્ટ 30 હજાર રૂપિયા સુધી જાય છે. જો તમે એક સારો ફોન ઈચ્છતા હો, જેમા બિલ્ડ ક્વોલિટી અને લુક્સ બંને હોય, તો તેને પોતાના લિસ્ટમાં રાખી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp