રોલ્સ રોયસનો નવો આવિષ્કાર, બનાવી રહ્યું છે ફાસ્ટેસ્ટ ઈલેક્ટ્રિક પ્લેન

PC: patrika.com

બ્રિટિશ લક્ઝરી કાર મેકર કંપની રોલ્સ રોયસે દુનિયાની સૌથી ઝડપી ઈલેક્ટ્રિક પ્લેન બનાવવાની ઘોષણઆ કરી છે. આ પ્લેનની ફ્લાઇંગ સ્પીડ 480 કેએમપીએચ હશે. રોલ્સ રોયસ પહેલા જર્મન કંપની સિમન્સ પણ 337 કેએમપીએચની ઝડપથી ઉડાન ભરનારું ઈલેક્ટ્રોનિક પ્લેન બનાવી ચૂકી છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પર ચાલનારા સામાન્ય યાત્રી વિમાન આશરે 925 કેએમપીએચની ઝડથી અંતર કાપી શકે છે.

રોલ્સ રોયસનું પ્લેન 2020 સુધી તૈયાર થઈ જશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. કંપનીએ થર્ડ વે ઓફ એવિએશન અને ઈલેક્ટ્રિફિકેશનમાં ચેમ્પિયન બનવા માટે આ પગલું ઉઠાવ્યું છે. કંપનીનો દાવો છે કે આ પ્લેનમાં અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સિંગલ ચાર્જિંગમાં આ બેટરી 321 કિમી સુધીનું અંતર કાપી શકે છે. આ બેટરી અત્યાર સુધી કોઈ પ્લેનમાં ઉપયોગ કરવામાં નથી આવી.

આ ઈલેક્ટ્રિક પ્લેનના પ્રોપેલરને ચલાવવા માટે ત્રણ લાઇટવેટ હાઈ પાવર ડેન્ટિસિટીવાળી ઈલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવશે. જેને યુકેની ઈલેક્ટ્રિક મોટર અને મોટર કન્ટ્રોલર મેન્યફેક્ચરર કંપની વાઈએએસએ બનાવ્યું છે. તેમાં બ્રિટિશ સરકાર પણ રોકાણ કરી રહી છે. રોલ્સ રોયસ દ્વારા બનાવવામાં આવી રહેલું પ્લેન નાનું અને સ્પોર્ટી હશે જેની કોકપિટ પાછળની તરફ હશે. પ્લેનના ફ્રંટમાં એક લાંબુ નાકના શેપની ડિઝાઇન છે જે કોઈ વિન્ટેડ રોડસ્ટારની યાદ અપાવે છે. તેના આગળના ભાગમાં બેટરી પેક રાખેલા હશે જે પ્લેનને પાવર સપ્લાય કરશે. તેમાં ઘણાં બધાં સેન્સર્સ છે જે લગભગ 20000 ડેટા પોઇન્ટ્સને દરેક સેકન્ડે મોનિટર કરશે. આ સેન્સર્સ બેટરી વોલ્ટેજ ડિટેઇલિંગ, ટેમ્પરેચર અને ઘણાં બધા પાસાઓ પર નજર રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp