આ નવા ફીચર્સ સાથે Royal Enfield Thunderbird 350X બની વધુ દમદાર

PC: bikewale.com

Royal Enfield સતત પોતાની બાઈક્સને ABS સેફ્ટી ફીચર્સથી લેસ કરી રહી છે. તેમાં હવે કંપનીએ Royal Enfield Thunderbird 350Xને ડ્યૂઅલ ચેનલ ABSની સાથે લોન્ચ કરી છે. Royal Enfieldએ નવી Thunderbird 350Xની દિલ્હીમાં એક્સ શો-રૂમ પ્રાઈઝ 1.63 લાખ રૂપિયા નક્કી કરી છે. આ કિંમત સ્ટાન્ડર્ડ Thunderbirdની સરખામણીમાં 7000 રૂપિયા વધુ છે.

ડ્યૂઅલ ચેનલ ABSથી લેસ Royal Enfield Thunderbird 350X કંપનીના મોટાભાગના ડીલરશિપ પર ઉપલબ્ધ છે. Royal Enfieldએ ઓગસ્ટ 2018માં કહ્યુ હતુ કે, તે આ વર્ષના અંત સુધીમાં પોતાની તમામ બાઈક્સને ABSથી લેસ કરી દેશે. Classic Signals 350, Himalayan અને Classic 500માં પહેલાથી જ સેફ્ટી ફીચર જોડી દેવામાં આવ્યા છે. આ મહિનાના અંત સુધીમાં Thunderbird 500Xમાં પણ ABS જોડી દેવામાં આવશે.

Royal Enfieldએ ફેબ્રુઆરી 2018માં Thunderbird 350X અને 500X બાઈક્સ લોન્ચ કરી હતી. 350Xમાં Thunderbird 350વાળું 346cc એન્જિન આપવામાં આવ્યુ છે. આ એન્જિન 19.8hpનો પાવર અને 28Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 5-સ્પીડ ગિયરબોક્સથી લેસ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp