TikTokને મોટો ઝટકો, કોર્ટે Google અને Appleને દૂર કરવા કહી આ એપ

PC: livelaw.in

કેન્દ્ર સરકારે Google અને Appleને કહ્યું છે કે, તે પોતાના App Store પરથી પોપ્યુલર ચાઈનીઝ શોર્ટ-વીડિયો મોબાઈલ એપ્લિકેશન TikTokને હટાવી લે. આ જાણકારી એ મામલા સાથે જોડાયેલા બે લોકોએ આપી છે. સુપ્રીમ કોર્ટે સમવારે મદ્રાસ હાઈકોર્ટ તરફથી આ એપ પર લગાવવામાં આવેલી પાબંદી પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો હતો અને ત્યારબાદ મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેનશન ટેકનોલોજી (Meity)એ આ પગલું લીધું છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીવાળી બેન્ચે આ મામલાની સુનાવણી આવનારી 22 એપ્રિલે રાખી છે, કારણ કે, મદ્રાસ હાઈકોર્ટ 16 એપ્રિલે આ મામલાની સુનાવણી કરી શકે છે. ઘટનાક્રમની જાણકારી રાખનારા લોકોએ જણાવ્યું હતું કે, મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો ઓર્ડર આ એપના વધુ ડાઉનલોડ્સને રોકવામાં મદદ કરશે. પરંતુ, જે લોકોએ પહેલાથી જ TikTok એપ ડાઉનલોડ કર્યું છે, તે પોતાના સ્માર્ટફોન પર તેનો ઉપયોગ કરી શકશે.

મળતી માહિતી અનુસાર, હાઈકોર્ટે સરકારને TikTok એપ્લિકેશનના ડાઉનલોડ્સને અટકાવવા માટે કહ્યું છે. મિનિસ્ટ્રી, Google અને Appleને પોતાના એપ સ્ટોર પરથી એપને ડિલીટ કરવા માટે કહીને તેને સુનિશ્ચિત કર્યું છે. હવે એ કંપનીઓ પર છે કે તેઓ આવું કરે અથવા ઓર્ડર વિરુદ્ધ અપીલ કરે. મદ્રાસ હાઈકોર્ટની મદુર બેન્ચે 3 એપ્રિલે એક ઓર્ડર પાસ કરીને સરકારને નિર્દેશ આપ્યો હતો કે, TikTok એપના ડાઉનલોડ્સને રોકવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે, આ ચાઈનીઝ એપ બાળકો માટે ખતરનાક છે.

મળતી માહિતી અનુસાર, 2019ના વર્ષના પહેલા 3 મહિનામાં App Store અને Google Play Storeમાં TikTok દુનિયાભરમાં ત્રીજા નંબરની સૌથી વધુ ઈન્સ્ટોલ કરાતી એપ રહ્યું. TikTokમાં માર્ચ સુધીના ત્રણ મહિનામાં 18.8 કરોડ નવા યુઝર્સ જોડાયા, જેમાં ભારતની ભાગીદારી 8.86 કરોડ યુઝર્સની રહી. ગત વર્ષના ડેટા અનુસાર, એપના 50 કરોડ યુઝર બેઝમાં ભારતની હિસ્સેદારી 39 ટકા કરતા વધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp