TATAની આ ત્રણ કાર પર મળી રહી છે ખાસ ઓફર

PC: indianwheel.in

જો તમને પણ TATAની કાર પસંદ છે અને આ કાર માટે તમે કોઈ ઓફરની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારી ખબર છે. TATAની ત્રણ કાર પર આ મહિનામાં ઓફર મળી રહી છે જેમાં તમને 40,000 રૂપિયા સુધીનો ફાયદો થઈ શકે છે. ચાલો જાણીએ TATAની આ ત્રણ કારો પર મળતી ઓફર વિશે.

સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે 1 રૂપિયામાં ઈન્શ્યોરન્સ, એક્સચેન્જ બોનસ અને કેશબેક જેવા ફાયદાઓ આ ત્રણ કાર પર તમને મળશે. સૌથી પહેલાં આપણે TATA ટિયાગો પર મળતી ઓફર વિશે જાણીએ.

જો તમે TATA ટિયાગો ખરીદો છો તો તમને પહેલાં વર્ષે 1 રૂપિયામાં 31,000 હજાર રૂપિયા સુધીનું ઈન્સ્યોરન્સ મળશે. આ ઉપરાંત જો તમે કોઈ કાર એક્સચેન્જ કરીને TATA ટિયાગો ખરીદો છો તો તમને 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળશે. જોકે ઈન્શ્યોરન્સવાળી ઓફર આ મોડલ પર માત્ર ગુજરાત પૂરતી સીમિત છે.

જો તમે TATA નેક્સોન ખરીદો છો તો પહેલાં વર્ષે માત્ર 1 રૂપિયામાં તમને 47,000 હજાર રૂપિયા સુધીનું ઈન્શ્યોરન્સ મળશે અને એક્સચેન્જ બોનસ 15,000 રૂપિયા જેટલું મળશે.

જો તમે TATA ટિગોર ખરીદો છો તો પહેલાં વર્ષે માત્ર 1 રૂપિયામાં તમને 31,000 હજાર રૂપિયા સુધીનું ઈન્શ્યોરન્સ મળશે અને 15 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ મળશે. ઈન્શ્યોરન્સવાળી ઓફર આ મોડલ પર પણ માત્ર ગુજરાત પૂરતી સીમિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp