બ્રહ્માંડનું રહસ્ય જણાવનારા સ્ટીફન હોકીંગનું 76 વર્ષની વયે નિધન

PC: wordpress.com

વિશ્વ પ્રિસદ્ધ મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગે 76 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ બેસ્ટસેલર બુક 'અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ'ના લેખક પણ હતા. કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં તેઓ સૈદ્ધાંતિક બ્રહ્માંડ વિજ્ઞાન સેન્ટરના શોધ નિર્દેશક પણ હતા. હોકિંગ વ્હીલચેરથી ચાલતા હતા. 21 વર્ષની વયે તેમને મોટર નુયરોન નામની બીમારી થઈ હોવાનું ખબર પડી હતી.

બ્રહ્માંડના રહસ્યો અંગે જણાવનારા આ વૈજ્ઞાનિકનો જન્મ 8 જાન્યુઆરી 1942માં થયો હતો. સ્ટીફન હોકિંગે થોડા સમય પહેલા જ પૃથ્વી અંગે એવી વાત જણાવી હતી, જેને જાણીને આખી દુનિયા અચંબામાં પડી ગઈ હતી.

પોતાની સફળતાનું રાઝ જણાવતા તેમણે એકવખત કહ્યું હતું કે, તેમની બીમારીએ તેમને વૈજ્ઞાનિક બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બીમીરીથી પહેલા તે પોતાના અભ્યાસ પર પૂરતુ ધ્યાન આપતા ન હતા પરંતુ બીમારીનું નિદાન થયા પછી તેમની પાસે જીવવા માટેનો ઘણો ઓછો સમય હોવાને લીધે તેમણે પોતાનું બધુ ધ્યાન રીસર્ચ કરવા પાછળ લગાવી દીધું હતું.

તેમને મૃત્યુનો ક્યારેય ડર હતો નહીં. તેમણે જણાવ્યું હતું કે, હું છેલ્લા 49 વર્ષથી મરવાની રાહ જોઈ રહ્યો છું પરંતુ હું એ પમ ચાહું છું કે મને મરવાની કોઈ જલદી નથી. મારો જન્મ ઘણા બધા કામો કરવા માટે થયો છે અને જ્યાં સુધી તે કામોને પૂરા ન કરી લેવ ત્યાં સુધી હું દુનિયા છોડીને જઈશ નહીં.

તેમના જીવન પર આધારિત હોલિવુડની 'થિયરી ઓફ એવ્રીથિંગ' નામની ફિલ્મ બનાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp