વિદ્યાર્થીઓએ પોતાના પોકેટ મનીમાંથી બનાવી ઈ-સાયકલ, એક ચાર્જમાં ચાલશે 25 કિમી

PC: aajtak.in

હાલમાં જે હિસાબે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે તે હિસાબે લોકો હવે ઈલેક્ટ્રી વાહનો તરફ વળતા જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. તે સાથે ઈલેક્ટ્રીક વાહનોનાન વપરાશને વધારવા માટે સરકાર પણ ઘણી રાહતો આપી રહી છે. તેવી જ રીતે પેટ્રોલ ડિઝલના ભાવ વધારાથી કંટાળીને રાજસ્થાનના બાડમેર જિલ્લાના પોલિટેકનીક કોલેજના ફાઈનલ વર્ષમાં ભણનારા 14 વિદ્યાર્થીઓએ માત્ર 8 દિવસમાં પોતાની પોકેટ મનીના પૈસામાંથી એક ઈ-સાયકલ બનાવી દીધી છે. આ સાયકલને બનાવવાનો ખર્ચો 12 હજાર રૂપિયા આવ્યો છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ સાયકલને ચલાવવાનો ખર્ચો 20 પૈસા પ્રતિ કિલોમીટર આવશે. આજકલા પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ભાવ 100ને પાર થઈ ગયા છે. તેવામાં આ સાયકલ આખા બાડમેરમાં ચર્ચાનો વિષય બનેલી છે.

 

એક વખત ચાર્જ થવા પર આ ઈ-સાયકલ 25 કિમી સુધી ચાલશે. તેમાં 12 વોટની બેટરીની સાથે એક સ્પીડ કંટ્રોલર પણ આપવામાં આવ્યું છે. આ ઈ-સાયકલની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં 12 વોટની બે લેડ એસિડ બેટરી લગાવવામાં આવી છે. બેટરી ખતમ થવા પર તેને પેડલ મારીને પણ સરળતાથી ચલાવી શકાશે. રિસર્ચ દરમિયાન એક ઈ-સાયકલમાં 15 હજાર સુધીનો ખર્ચો થવાનો અનુમાન લગાવવામાં આવ્યો હતો.

જ્યારે આ ઈ-સાયકલને બનાવવાનું શરૂ કરવામાં આવ્યું તો તે 12 હજારમાં બનીને તૈયાર થઈ ગઈ હતી. સાયકલની સીટ નીચે એક કંટ્રોલર લગાવવામાં આવ્યું છે. જે સ્પીડ વધારવા ઘટાડવામાં મદદ કરશે. બેટરીને ચાર્જ કરવા માટે 7 કલાકનો સમય લાગશે. બે 12 વોટની બેટરી સિવાય 250 વોટની મોટર પણ લગાવવામાં આવી છે. કોલેજમાં તેનું ટ્રાયલ સફળ રહ્યું છે. બધા વિદ્યાર્થીઓ પોતાની આ સફળતાથી ઘણા ખુશ છે. આ સાયકલને બનાવવામાં ઈલેક્ટ્રીકલ એચઓડી અમૃતલાલ જાંગિડનો પણ ઘણો સહયોગ રહ્યો છે. તેમણે કહ્યું કે આ સાયકલ ઈકો ફ્રેન્ડલી છે. તેને કોઈ પણ સરળતાથી ચલાવી શકે છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp