19 વર્ષમાં નર્ક બની જશે માણસનું જીવન, વૈશ્વિક વિનાશ તરફ આગળ વધી રહી છે પ્રજાતિ

PC: scientificamerican.com

દુનિયાનો નાશ કરવા માટે માણસો એકદમ સાચા રસ્તા પર ચાલી રહ્યા છે. આજથી માત્ર 19 વર્ષ બાદ એટલે કે વર્ષ 2040માં માણસોનું જીવન નર્ક બની જશે. આ દાવો 1972માં તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટનું ફરીવાર વિશ્લેષણ કર્યા બાદ કરવામાં આવી રહ્યો છે. કારણ કે, માણસો સતત પોતાની વૈશ્વિક જવાબદારીઓથી ભાગી રહ્યો છે. 1972માં એક બુક છાપવામાં આવી હતી ધ લિમિટ્સ ટુ ગ્રોથ. તેમા મેસાચ્યૂસેટ્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે, ઔદ્યોગિક સભ્યતા દરેક કિંમત પર સતત આર્થિક વિકાસ તરફ વધતી રહી તો એક દિવસ સરકારો પડી ભાંગશે. સહયોગ પૂર્ણ થઈ જશે. આ જ કારણે ભવિષ્યમાં 12 સંભવિત ભયાનક સ્થિતિઓ બની શકે છે, જે કોઈપણ માણસ, સમુદાય અથવા ધરતી માટે ફાયદાકારક નહીં હશે.

આ રિપોર્ટમાં જણાવવામાં આવેલા 12 સંભવિત ખતરનાક પરિસ્થિતિઓમાંથી એક સૌથી ભયાનક સ્થિતિ એ હતી કે વર્ષ 2040 સુધી દુનિયાનો આર્થિક વિકાસ ઝડપથી થશે. તે પોતાના પીક પર હેશે. ત્યારબાદ એકદમ તેજીમાંથી નીચે પટકાશે. આ સાથે જ વૈશ્વિક આબાદી ઓછી થશે. ભોજનની તંગી સર્જાશે. સાથે જ પ્રાકૃતિક સંશાધનોની ભારે અછત સર્જાશે. તેને બિઝનેસ એઝ યુઝ્યુઅલ (BAU) સીનેરિયો કહેવામાં આવ્યો હતો. આ વૈશ્વિક પછડાટથી માણસોની પ્રજાતિ નાશ નહીં પામશે, પરંતુ પૈસા વિના, ભોજન વિના અને પ્રાકૃતિક સંશાધનો વિના તેની જીંદગી નર્ક બની જશે. સમગ્ર દુનિયામાં સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ નીચે આવી જશે. હવે આ વાતની પુષ્ટિ અને વર્તમાન પરિસ્થિતિઓમાં શું થશે તે જાણવા માટે MITની સસ્ટેનેબિલિટી અને ડાયનેમિક સિસ્ટમ એનાલિસિસ રિસર્ચર ગેરી હૈરિંગ્ટને આ રિપોર્ટ આજની પરિસ્થિતિ અનુસાર ફરીથી વિશ્લેષણ કર્યું. જેનો રિપોર્ટ યેલ જર્નલ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ઈકોલોજીમાં પ્રકાશિત થયો છે.

આ એનાલિસિસમાં ગેરીએ 10 ફેક્ટર્સ પર ધ્યાન આપ્યું. જેમાં આબાદી, પ્રજનન દર, પ્રદૂષણ સ્તર, ખાદ્ય ઉત્પાદન અને ઔદ્યોગિક આઉટપુટ પ્રમુખ છે. તેમણે જોયું કે, આ એનાલિસિસના પરિણામ ઘણા હદ સુધી 1972માં પ્રકાશિત BAU સીનેરિયોને મળતો આવે છે. જોકે, એક જગ્યાએ રાહત મળવાની સંભાવના છે. ગેરીએ જણાવ્યું કે, એક સિનેરિયો તે રિપોર્ટમાં બતાવવામાં આવ્યો હતો, જેને કોમ્પ્રિહેંસિવ ટેક્નોલોજી કહેવામાં આવ્યો. એટલે કે ટેકનિકલીરીતે તેનો વધુ વિકાસ થઈ જાય કે પ્રદૂષણ ઓછું કરી શકાય અને ખાદ્ય સામગ્રીઓનું ઉત્પાદન વધારી શકાય. જેથી પ્રાકૃતિક સંશાધનોની અછત ના હોય તો ભોજનની અછત ના સર્જાય. પરંતુ તેનાથી વધતી વૈશ્વિક આબાદી અને વ્યક્તિગત કલ્યાણની ભાવનાને નુકસાન પહોંચે છે.

તેની પાછળનું કારણ એ છે કે, જ્યારે પ્રાકૃતિક સંશાધનોની અછત સર્જાશે, ત્યારે આર્થિક વિકાસ ઝડપથી નીચે આવી જશે. ગેરી કહે છે કે, આજથી આશરે 10 વર્ષ બાદ જ BAU અને CT સીનેરિયોના વિકાસમાં અડચણ આવવા માંડશે. તેને કારણે માણસ પ્રજાતિને નુકસાન થશે. ગેરીએ કહ્યું, હાલ સારા સમાચાર એ છે કે, હજુ પણ મોડું નથી થયું. આ બંને પરિસ્થિતિઓથી બચવા માટે માણસ સમાજે યોગ્ય દિશા અને દશામાં કામ કરવું પડશે. તેનો વિકલ્પ છે- સ્ટેબલાઈઝ્ડ વર્લ્ડ સીનેરિયો એટલે કે સ્થિતિ દુનિયાની પરિસ્થિતિ. આ સ્થિતિમાં આબાદી, પ્રદૂષણ, આર્થિક વિકાસ તો વધશે પરંતુ પ્રાકૃતિક સંશાધન ધીમે-ધીમે ઓછાં થશે. તેને કારણે ફાયદો એ થશે કે જેવી પ્રાકૃતિક સંશાધનોની અછત સર્જાય તમે બાકી વિકાસને અટકાવી દો અથવા સીમિત કરી દો.

ટેકનિકલ વિકાસની સાથે સ્ટેબલાઈઝડ્ વર્લ્ડ સીનેરિયોને ચલાવીએ તો તેને કારણે વૈશ્વિક સમાજની પ્રાથમિકતાઓ બદલાશે. ગેરીએ કહ્યું કે, લોકોએ પોતાના મૂલ્યો પર કામ કરવું પડશે. નીતિઓ બનાવવી પડશે. પરિવાર નાના રાખવા પડશે. ચાહતો અને જરૂરિયાતો ઓછી કરવી પડશે. જન્મ દર નિયંત્રિત કરવો પડશે. ઔદ્યોગિક આઉટપુટને સીમિત કરવું પડશે, સ્વાસ્થ્ય અને શિક્ષણને પ્રાથમિકતા આપવી પડશે. તેને કારણે પ્રાકૃતિક સંશાધન સીમિતરીતે ખર્ચાશે. ત્યારે ધરતી બચશે, તેને કારણે માણસો અને તેમના દેશ બચશે. ગેરીએ જણાવ્યું કે, કઈ રીતે માણસોએ વૈશ્વિક સ્તર પર એકતા દર્શાવી. કોવિડ-19ના સમયમાં જ્યારે વેક્સીન વિકસિત કરવા અને તેને સમગ્ર દુનિયામાં પહોંચાડવાની વાત આવી તો માણસોએ એકતા દર્શાવી. સામુદાયિક અને વૈશ્વિક જવાબદારી નિભાવી છે. એ જ રીતે જો દરેક દેશના માણસો જળવાયુ સમસ્યાને એકસાથે મળીને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો કંઈપણ સંભવ છે. આપણે આપણું ભવિષ્ય કોઈપણ સમયે સુધારી શકીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp