Suzuki Gixxer SF 250નું વીડિયો ટીઝર જાહેર, 20 મેએ થશે લોન્ચ

PC: news18.com

Suzuki Gixxer SF 250 ભારતીય બજારમાં 20 મે, 2019ના રોજ લોન્ચ થશે. Suzuki Motorcycles Indiaએ તેનો ટીઝર વીડિયો જાહેર કર્યો છે. Suzukiની આવનારી આ નવી બાઈક ફુલ્લી-ફેયર્ડ હશે. કંપની તરફથી જાહેર કરવામાં આવેલા ટીઝરમાં મોટરસાયકલના એક્ઝોસ્ટનો અવાજ સંભળાઈ રહ્યો છે. વીડિયોમાં બાઈકનું એક્ઝોસ્ટ નોટ તમને રોમાંચિત કરી શકે છે, પરંતુ અમારી સલાહ છે કે જ્યાં સુધી બાઈક લોન્ચ ન થઈ જાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ.

2019 Suzuki Gixxer SFની શરૂઆતી દિલ્હી એક્સ શોરૂમ પ્રાઈઝ 98,076 રૂપિયા હોઈ શકે છે. સ્ટાઈલિંગની વાત કરીએ તો, 2019 Suzuki Gixxer SF 155 પોતાના હાલના મોડલની સરખામણીમાં વધુ શાર્પ હશે. તેમાં નવા હેડલેમ્પ કલસ્ટરની સાથે ઈન્ટીગ્રેટ LED ડે-ટાઈમ રનિંગ લાઈટ્સ પણ આપવામાં આવી શકે છે. તેમાં ક્લિપ-ઓન હેન્ડલબાર પણ મળી શકે છે, જેને કારણે પહેલાની સરખામણીમાં તેમાં વધુ અગ્રેસિવ રાઈડિંગ પોઝિશન મળશે. તેની બોડી પર નવા ગ્રાફિક્સ જોવા મળી શકે છે.

2019 Suzuki Gixxer SFમાં કોઈ મોટા મિકેનિકલ બદલાવ જોવા નહીં મળશે. તેમાં પાવર માટે 154.9cc, સિંગલ-સિલિન્ડર, ઓયલ-કૂલ્ડ, 4 વાલ્વ, SOHC, ફ્યૂઅલ ઈન્જેક્ટેડ એન્જિન આપવામાં આવી શકે છે. તેનું એન્જિન 9000rpm પર 26.5PSનો મેક્સિમમ પાવર અને 7500rpm પર 22.6Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સથી લેસ હશે. આ ઉપરાંત, તેના ફ્રન્ટમાં ક્વાઈલ સ્પ્રિંગ, ઓઈલ ડેમ્પ્ડ ટેલિસ્કોપિક ફોર્ક્સ આપવામાં આવશે. આ ઉપરાંત તેના રિયરમાં સ્વિંગ આર્મ ટાઈપ મોનોશૉક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. તે સિંગલ-ચેનલ ABSથી લેસ હશે.

2019 Suzuki Gixxer SFની ભારતીય બજારમાં Bajaj Pulsar NS 200, TVS Apache RTR 160 4V અને Hero Xtreme 200R જેવી બાઈક સાથે ટક્કર થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp