સુઝુકી મોટર્સ ભારતમાં લોન્ચ કરશે ઈલેક્ટ્રિક સ્કૂટર, શરૂ થશે ટેસ્ટિંગ

PC: indiatimes.com

ઈલેક્ટ્રિક વાહનોને લઈને સરકારની નીતિઓને જોઈને જાપાનની કંપની સુઝુકી મોટર્સ પણ ટુ વ્હિલર કેટેગરીમાં ઈલેક્ટ્રિક સ્કૂટર લાવવાની તૈયારીમાં છે. કંપનીએ કહ્યું કે, તે ટૂંક સમયમાં ભારતીય રસ્તાઓ પર તેની ટેસ્ટિંગ શરૂ કરશે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરે કહ્યું, અમે સરકારની પોલીસીનું સન્માન કરીએ છે. અમે અમુક પ્રોટોટાઈપ બનાવીશું. પણ હાલમાં દેશમાં ચાર્જિંગ સિસ્ટમ અને બેટરી સ્ટેશન છે નહિ.

મારુતિના ઈંફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરશેઃ

જ્યારે કંપની ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરશે, તો મારુતિ સુઝુકીના ઈંફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરશે. અમે એક જ ટેક્નોલોજીનો ઉપયોગ કરીશું.

આ પહેલા બજાજ ઓટોએ પણ ઈલેક્ટ્રિક સ્કૂટર બજાજ ચેતક રજૂ કરી દીધું છે જેને આવતા વર્ષે 2020માં લોન્ચ કરવામાં આવશે. તો દેશમાં ટુ વ્હિલર બનાવનારી કંપની હીરો મોટોકોર્પે ઈલેક્ટ્રિક વાહનો બનાવનારી કંપની અથુર એનર્જીમાં રોકાણ કર્યું છે.

આંકડાઓ અનુસાર, આ વર્ષે 2019ના પહેલા 6 મહિનાઓમાં 50 હજાર ટુ વ્હિલર ઈલેક્ટ્રિક સ્કૂટરો વેચવામાં આવ્યા, તો સરકારની યોજના છે કે 2025 સુધીમાં 150સીસી થી ઓછા એન્જિન ક્ષમતાવાળા વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે.

બજાજ ઓટોએ તેના સ્કૂટર બજાજ ચેતકને એકદમ નવા અવતારમાં રજૂ કરી છે. આ નવું સ્કૂટર Chetak કંપનીનું પહેલું ઈલેક્ટ્રિક વ્હીકલ છે. પહેલા કહેવામાં આવ્યું હતું કે, કંપની તેને પોતાના ઈલેક્ટ્રિક વ્હીકલ બ્રાન્ડ Urbanite હેઠળ વેચશે. પણ હવે તેને Chetak નામથી રજૂ કરવામાં આવ્યું છે. આ સ્કૂટર હવે Okinawa Scooters, Hero Electric, Ather Energy, Ampere Electric Vehiclesને કાંટાની ટક્કર આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp