PUBG અને બ્લૂ વ્હેલ બાદ Tik Tok એપ પર પણ લાગી શકે છે બેન, જાણો કારણ

PC: googleusercontent.com

Tik Tok એપને કારણે વધી રહેલી ઘટનાઓ અને અશ્લીલ વીડિયો વિરુદ્ધ હવે તામિલનાડુ સરકાર તેને બેન કરવા અંગે કેન્દ્ર સરકાર સાથે વાત કરશે. આ અંગે તામિલનાડુ રાજ્યના સૂચના અને પ્રસારણ મંત્રી એમ. મણિકંદને જણાવ્યુ હતુ કે, તામિલનાડુ સરકાર Tik Tok એપને બેન કરવા અંગે વિચાર કરી રહી છે. કારણ કે, આ એપને કારણે તામિલ સંસ્કૃતિને નીચો દર્શાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્યની ઘણી રાજકીય પાર્ટીઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આથી, બ્લૂ વ્હેલ ગેમ પર જે રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, એ જ રીતે Tik Tokને પણ બેન કરી દેવી જોઈએ.

મંત્રી એમ. મણિકંદને એવું પણ કહ્યુ હતુ કે, આ એપથી બાળકો અને યુવાનો ગુમરાહ થઈ રહ્યા છે. તેમણે કેન્દ્ર સરકારને આ એપ બેન કરવાની માંગણી રજૂ કરવાની વાત કહી છે. આ અંગે AIDMKના નેતાઓનું કહેવુ છે કે, Tik Tokથી કાયદો-વ્યવસ્થા સંબંધી સમસ્યાઓ ઉભી થઈ રહી છે. લોકો આ એપ માટે પોતાના જીવને પણ જોખમમાં નાંખી રહ્યા છે. અત્યારસુધીમાં આવા ઘણા મામલાઓ સામે આવી ચૂક્યા છે કે જેમાં લોકોના મોત થયા હોય.

આ અંગે ધારાસભ્ય થમીમુન અંસારીએ જણાવ્યુ હતુ કે, Tik Tok પર ઘણા બધા લોકો અશ્લીલ ગતિવિધિઓ ચલાવી રહ્યા છે. આથી, તામિલનાડુમાં આ એપને બેન કરી દેવી જોઈએ. તેને માટે તામિલનાડુ સરકારે આગળ કેન્દ્ર સરકાર સાથે વાત કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp