Tataએ રજૂ કરી નવી Tata Altroz, ક્યારે થશે લોન્ચ અને શું હશે કિંમત

PC: aeplcdn.com

Tata Motorsએ બજારમાં પોતાની નવી કાર રજૂ કરી દીધી છે. નવી પ્રીમિયમ હેચબેક કાર Tata Altroz એક સારી કાર છે. કંપની તેને આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં લોન્ચ કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે, કંપની તેને 2020 ઓટો એક્સપોમાં લોન્ચ કરશે. હવે જ્યારે આ કાર બજારમાં આવવાની તૈયારીમાં છે, તો તમને પણ તેના ફીચર્સ અને કિંમત વિશે જાણી લો.

આ નાની કારને કંપનીએ પોતાના 2.0 ડિઝાઈન લેંગ્વેજ પર તૈયાર કરી છે. આ કાર કંપનીના કોન્સેપ્ટ વર્ઝન (45X) કરતા અલગ છે. તેની ડિઝાઈનની વાત કરીએ તો આ કારમાં સ્લીક અને સ્વેટપેક હેડલેમ્પની સાથે જ ફ્રન્ટમાં આકર્ષક ગ્રિલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કારની લંબાઈ 3990mm, પહોળાઈ 1755mm અને તેમાં 2501mmનો વ્હીલબેઝ આપવામાં આવ્યો છે. 37 લીટરની ફ્યૂઅલ ટેન્ક છે, જ્યારે તેના ડીઝલ વર્ઝનનું વજન 1150 કિલોગ્રામ છે. કારને પેટ્રોલ અને ડિઝલ બંને એન્જિનની સાથે રજૂ કરી છે.

ખાસ વાત એ છે કે, બંને એન્જિન BS6 પર તૈયાર કરવામાં આવી છે. હાલ આ કાર 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સની સાથે ઉપલબ્ધ હશે.

કારના ઈન્ટીરિયરની વાત કરીએ તો તેમાં 7.0 ઈંચની ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. તે સાથે સેફ્ટી ફીચર્સનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. કારમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યૂશન, ડ્યુઅલ એકબેગ, રિયર પાર્કિંગ સેન્સર, આઈસોફિક્સ ચાઈલ્ડ સીટ, કોર્નિંગ સિસ્ટમની સાથે ફ્રન્ટ ફોગ લેમ્પ, સ્પીડ એલર્ટ જેવા ફીચર્સ મળે છે.

4 ડિસેમ્બરથી તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. હાલ કંપનીએ આ કારની કિંમતને લઈને કોઈ ખુલાસો નથી કર્યો. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, તેની કિંમત 6થી 8 લાખની વચ્ચે હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp