Tataની કાર પર મળી રહી છે 1 લાખ છૂટ

PC: drivespark.com

Tata Motorsએ પોતાના અલગ-અલગ મોડલ્સ પર માર્ચ ડિસ્કાઉન્ટ ઓફરની જાહેરાત કરી છે. ટાટા મોટર્સ પોતાની કાર પર 1 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઓફર 31 માર્ચ 2018 સુધી જ છે. આ સિવાય, Tata Motors Tigor, Tiago, Hexa, zest અને Safari Storm જેવી ગાડીઓનો વીમો માત્ર એક રૂપિયામાં આપી રહી છે. 

Tata Motorsએ જાહેરાત કરી છે કે, કેટલાંક લકી કસ્ટમર્સ આ ઓફર હેઠળ 1 લાખ કરતા પણ વધારેનું ઈનામ પણ જીતી શકે છે. આના માટે કસ્ટમર્સે કંપનીના સ્ક્રેચ એન્ડ વિન કોન્ટેસ્ટમાં ભાગ લેવો પડશે.  કંપની Tiago પર રૂ. 28000 રૂપિયાનું કેશબેક આપી રહી છે. જ્યારે, Tigor કોમ્પેક્ટ સેડાનને રૂ. 32000ના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. 

Tata Motorsની બીજી કોમ્પેક્ટ સેડાન Zest પર રૂ. 65000નો લાભ મળી રહ્યો છે. જ્યારે Safri Storme SUV પર રૂ. 80000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Tata Hexa પર સૌથી વધારે 1 લાખ રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. માર્ચ ડિસ્કાઉન્ટ ઓપર્સ સિવાય Tata Motors હાલમાં ચર્ચામાં છે, કારણ કે કંપનીએ જેનેવા મોટર શો 2018માં ઈ-વિઝન ઈલેક્ટ્રીક સેડાન કોન્સેપ્ટ રજૂ કર્યો  છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp