Tataની આ કાર છે ભારતમાં સૌથી સુરક્ષિત કાર, ક્રેશ ટેસ્ટમાં મળ્યા 5 સ્ટાર

PC: motoroids.com

ભારતની દિગ્ગજ કંપની Tata Motorsની Nexon કોમ્પેક્ટ SUVની દુનિયાભરમાં ચર્ચાઓ થઈ રહી છે. Tata Nexonને સેફ્ટીના મામલે સૌથી સુરક્ષિત કાર માનવામાં આવી છે. UK બેઝ્ડ ગ્લોબલ NCAPએ જાહેરાત કરી છે કે, Tata Nexonને સુરક્ષાના મામલે સૌથી વધુ રેટિંગ્સ મળ્યા છે.

ગ્લોબલ NCAP ભારતીય કારોની Crash Safety Test વર્ષ 2014થી કરતુ આવ્યુ છે અને તેનુ કહેવુ છે કે Nexonને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 4 સ્ટાર રેટિંગ્સ આપવામાં આવ્યા હતા અને હવે કંપની દ્વારા વિવિધ સુવિધાઓ તેમજ વધુ સુરક્ષા ઉપકરણો જોડ્યા બાદ લેટેસ્ટ ટેસ્ટમાં Nexonને વયસ્કની સુરક્ષા મામલે 5 સ્ટાર રેટિંગ્સ મળ્યા છે. તેમજ બાળકોની સુરક્ષા મામલે તેને 3 સ્ટાર રેટિંગ્સ મળ્યા છે. કેટલાક વધારાના સેફ્ટી ફીચર્સમાં તમામ સ્ટાન્ડર્ડ વેરિયન્ટ્સમાં ડ્રાયવર અને પેસેન્જર માટે સીટ બેલ્ટ રિમાઈન્ડર અને વધુ કડક UN95 પક્ષ પ્રભાવ સુરક્ષા આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે કારના સ્ટ્રક્ચરમાં પણ ફરીથી કામ કરવામાં આવ્યુ છે.

Nexonને ભારતમાં બનાવવામાં આવી છે અને તે સેફ્ટી ડિઝાઈન અને પરફોર્મન્સમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે ઘરેલૂ ઉદ્યોગોની વિશાળ ક્ષમતા દર્શાવે છે. Nexonની સાથે Tataએ વૈશ્વિક કાર ઈન્ડસ્ટ્રીને દર્શાવ્યુ છે કે 5 સ્ટારને પ્રાપ્ત કરવા માટે તમે મેક ઈન ઈન્ડિયા કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp