ટાટા મોટર્સની આ કારને મળી 5 સ્ટાર સેફ્ટી રેટિંગ, આ તારીખે થશે લોન્ચ

PC: firstpost.com

ભારતમાં હાલના સમયમાં ટાટા મોટર્સના શેરમાં ઘણો ઊછાળો જોવા મળી રહ્યો છે. લોકો ટાટા મોટર્સની કારો તરફ વળી રહ્યા છે. ટાટાની કારોને સેફ્ટીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ બધાની વચ્ચે ટાટાની આવનારી કારને સુરક્ષા માટે 5 સ્ટાર રેટિંગ મળી ગઇ છે. જેની સાથે જ ભારતીય નિર્માતાની આ ત્રીજી કાર બની છે જેને સેફ્ટીમાં 5 સ્ટાર રેટિંગ મળી છે. તો બાળકોની સુરક્ષા માટે 4 સ્ટાર મેળવનારી આ ભારતની બીજી કાર પણ છે.

ટાટા મોટર્સની આવનારી કાર ટાટા પંચને ગ્લોબલ એનકેપમાં સુરક્ષા માટે 5 સ્ટાર મળી ગયા છે. આ માઈક્રો SUVનું ક્રેશ પરીક્ષણ કરવામાં આવ્યું અને મોટાઓની સુરક્ષા માટે કારને મોટી સફળતા મળી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આટલી નાની કાર સાથે પણ ટાટા મોટર્સની આ કારે આ પ્રકારનો સ્કોર હાંસલ કર્યો છે, જે નેક્સોન અને અલ્ટ્રોઝ કરતા પણ સારો છે.

આ ટેસ્ટમાં ટાટા પંચને એડલ્ટ સેફ્ટી માટે 17માંથી 16.45 પોઇન્ટ મળ્યા છે. જે ગ્લોબલ એનકેપ દ્વારા પોતાના સેફ કાર્સ ફોર ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ કરવામાં આવેલા દરેક ક્રેશ પરીક્ષણોમાં સૌથી વધારે રેટિંગ મેળવનારી કાર બનાવે છે.

ટાટા પંચમાં બે એયરબેગ્સ, એન્ટીલોક બ્રેક અને આઈસોફિક્સ ચાઇલ્ડ સીટ એંકર માપદંડ છે. ટાટા પંચે 4 સ્ટારની સાથે ચાઇલ્ડ પ્રોટેક્શનમાં પણ પ્રભાવશાળી સ્કોર હાંસલ કર્યો છે. બાળકોની સેફ્ટી માટે પંચને 49 પોઇન્ટમાંથી 40.89 પોઇન્ટ મળ્યા છે. અત્યાર સુધીમાં મહિન્દ્રા XUV300 એકમાત્ર એવી કાર હતી જેને બાળકોની સુરક્ષા માટે 4 સ્ટાર ક્રેશ રેટિંગ મળી હતી.

ગ્લોબલ એનકેપ નિયમો અનુસાર સામેથી પરીક્ષણ 64 કિમી પ્રતિ કલાક પર કરવામાં આવ્યું. સાઇડ સુરક્ષા માટે પંચનું અલગથી પરીક્ષણ થયું. આ મામલામાં પરીક્ષણ કરવામાં આવેલું મોડલ લો લેવલનું વેરિયન્ટ હતું. સામે માટે ક્રિએટિવ ટ્રિમનો ઉપયોગ એટલા માટે કરવામાં આવ્યો કારણ કે દરેક વેરિયન્ટ્સમાં સમાન સુરક્ષા ફીચર છે અને ક્રિએટિવ પર અલોય વ્હીલ લાગ્યા છે. જે દુર્ઘટનાના પ્રભાવને ઓછું કરતા નથી. આ સૌથી ખરાબ સ્થિતિની તસવીર દેખાડે છે. કારણ કે સ્ટીલના વ્હીલ તુલનામાં નરમ હોય છે. ડુવર્ડ્સ ઝીરો ફાઉન્ડેશનના અધ્યક્ષ ડેવિડ વોર્ડે કહ્યું કે, આ નિરાશાજનક છે કે ભારતીય બજારમાં દરેક કાર નિર્માતાઓએ સુરક્ષા સુધાર માટે આટલો મજબૂત ઈરાદો દેખાડ્યો નથી.

જણાવીએ કે ટાટા મોટર્સની Tata Punch ભારતીય બજારમાં 18 ઓક્ટોબરના રોજ લોન્ચ થઇ રહી છે. આ કંપનીની માઈક્રો SUV છે. ટાટાની આ કાર હ્યૂંદૈ ગ્રેન્ડ i10 નિઓસ અને મારુતિ સુઝુક સ્વિફ્ટ જેવી કારોને ટક્કર આપશે. ભલે ફીચર્સ અને સેગમેન્ટના મામલામાં કારનો કોઇ હરીફ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp