Tata Motorsએ લોન્ચ કરી Tigor Buzz, જાણો કિંમત અને ફીચર્સ

PC: tatamotors.com

Tata Motorsએ પોતાની અનિવર્સરી એડિશન કાર કોમ્પેક્ટ સિડાન Tigor Buzz લોન્ચ કરી છે. કંપનીએ તેની કિંમત 5.58 લાખથી 6.57 લાખ રૂપિયાની વચ્ચે રાખી છે. Tigor Buzz પેટ્રોલ અને ડીઝલ બંને વેરિયન્ટમાં જ ઉપલબ્ધ કરવામાં આવી છે. પેટ્રોલ વેરિયન્ટની કારની કિંમત 5.68 લાખ રૂપિયા અને ડીઝલની કિંમત 6.57 લાખ રૂપિયા છે.

કંપનીના યુનિટ હેડ એસએન બર્મને કહ્યું છે કે, આ વર્ષ કંપનીનું ઘણું સારું રહ્યું છે. Tigor Buzzની લોન્ચિંગથી ડિમાન્ડ વધી છે. અમે ઈચ્છીએ છે કે આ કાર કંપનીનો ગ્રોથ અને ગ્રાહકની જરૂરતોને પૂરી કરે. Tigor Buzz એડિશન માટે રેડ થીમ રાખી છે. ગ્લોસી બ્લેક રૂફ અને તે રંગથી મળતા આવતા બહારના રિયર વ્યૂ મિરરની સાથે પ્રમોશનલ કલર બેરી રેડ હશે. આ કાર રેગ્યુલર Tigorના એન્ટ્રી લેવર XE લેવલ પર આધારિત છે.

તેમાં રેડ હાઈલાીટ્સની સાથે સ્પોર્ટી લૂક વીલ કવર છે. કારમાં સામે બેરી રેડ ગ્રીલ હાઈલાઈટ્સની સાથે બ્લેક કલરની ગ્રીલ છે. આ કારના ઈન્ટિરીયરમાં પણ અપડેટ કરવામાં આવ્યા છે. તેમાં પિયાનો બ્લેક ફિનીશની સાથે એસી વેન્ટ્સની સાથે ચારેય સીટ કવર પર રેડ હાઈલાઈટ્સ છે.

આ કારમાં 2-DIN ઓડિયો સિસ્ટમ, AUX-IN, યુએસબી, બ્લૂટુથ કનેક્ટિવીટી, મેન્યુઅલ એસી જેવી સુવિધાઓ મળશે. તે સિવાય અન્ય ફીચર્સ આગળની કાર જેવા જ રહેશે. આ કારના એન્જિનમાં કોઈ પ્રકારના બદલાવ કરવામાં આવ્યા નથી. કારમાં 1.2 લીટર 3 સિલીનડરનું પેટ્રોલ એન્જિન અને 1.05 લીટરનું 3 સિલીન્ડર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp