ટેસ્લા મોડલ Yએ કર્યું ડેબ્યૂ, સિંગલ ચાર્જમાં ચાલશે 480 કિમી, જાણો કિંમત

PC: cleantechnica.com

એલેન મસ્કે આખરે પોતાની પહેલી કોમ્પેક્ટ SUV મોડલ Yને દુનિયાની સામે રજૂ કરી દીધી છે. આ ઈલેક્ટ્રિક SUVની શરૂઆતની કિંમત 32 લાખ રૂપિયા છે, જેને 2020માં ગ્રાહકો સુધી પહોંચાડવાનું શરૂ કરી દેવાશે. કંપનીનો દાવો છે કે, આ ઈલેક્ટ્રિક SUV 209 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલવામાં સક્ષમ છે. કંપનીએ તેનું બુકિંગ લેવાનું શરૂ કરી દીધુ છે.

મોડલ Yમાં Teslaનું મોડલ 3 અને મોડલ X SUVના ડિઝાઈનની ઝલક જોવા મળશે. જોકે, તે ક્રોસઓવર મોડલ 3 કરતા 10% વધુ મોટી કાર છે. કારમાં 7 લોકોના બેસવાની વ્યવસ્થા છે, સાથે જ તેમાં પેનોરામિક સનરૂફ જેવા ફીચર્સ જોવા મળશે છે. મસ્કનું કહેવુ છે કે, તમે ફંક્શન SUV જેવા છે, પરંતુ ચલાવવામાં આ કાર કોઈ સ્પોર્ટ્સ કાર જેવી જ છે. સિંગલ ચાર્જિંગમાં આ SUV 482 કિલોમીટર સુધી જશે, જ્યારે તેની ટોપ સ્પીડ 209 કિમી પ્રતિ કલાકની છે. કાર 0થી 100 kmphની સ્પીડ સુધી પહોંચવામાં માત્ર 5.5 સેકન્ડનો સમય લે છે. Tesla મોડલ Y કંપનીના થર્ડ જનરેશન સુપરચાર્જરને સપોર્ટ કરે છે, જે 250kw ચાર્જિંગ કેપેબલ છે. કાર માત્ર 5 મિનિટમાં 120 કિમી સુધી જવા જેટલું ચાર્જ થઈ જાય છે.

કારમાં સિંગલ 15 ઈંચનો ટચસ્ક્રીન ઈન્ટરફેસ છે, જેના પર કારના તમામ કંટ્રોલ્સ રહેલા છે. કારમાં ટ્રેડિશનલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર નથી. કારમાં સેલ્ફ ડ્રાઈવિંગ હાર્ડવેર છે, તેમાં ઓટો પાયલટનો ઓપ્શન પણ મળે છે. સેકન્ડ રો ફોલ્ડિંગ સીટ અને ફ્રન્ટ બૂટ સ્પેસ મળીને કારમાં કુલ 1800 લીટરનો મેક્સિમમ સ્ટોરેજ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp