દુનિયાની સૌથી શ્રેષ્ઠ કાર કંપની Tesla ભારત આવવાની તૈયારીમાં, જાણો એલને શું કહ્યુ

PC: indiatribune.com

ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે સોમવારે ઈલેક્ટ્રિક કાર નિર્માતાનું ભારતમાં પ્રવેશની યોજનાનો ખુલાસો કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે ટેસ્લા કારોને ભારતમાં લાવવાની પ્રક્રિયા જાન્યુઆરી 2021માં શરૂ થશે. ટેસ્લા ક્લબ ઈન્ડિયાએ એક ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા એલન મસ્કે કહ્યું કે, ટેસ્લા આવતા વર્ષ સુધીમાં ભારતીય બજારમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. મસ્કે એ ક્લિઅર કહી દીધું છે કે સંભવિત રીતે જાન્યુઆરીમાં ઓર્ડર લેવાનું શરૂ કરી દેશે.

ટેસ્લાની કાર ખરીદી શકાશે

તેનો અર્થ એ થયો કે ટેસ્લાની સેલ્સ ટીમ ભારતીય બજારમાં વેચાણ અને પ્રોડક્શન ઓર્ડર માટે કામ કરી રહી છે. સુનિશ્ચિત ઓર્ડર જ્યારે પણ કોન્ફિગ્રેશન પૂરુ થશે તેને પૂરું કરી દેવામાં આવશે. આ પગલાથી ભારત એ પસંદગીના દેશોમાં સામેલ થઇ જશે, જ્યાં ટેસ્લાની કાર ખરીદી શકાય છે. હાલમાં જ ટેસ્લા કારોને ભારતમાં લાવવાની યોજના અંગેનો ખુલાસો મસ્કે ટ્વીટર પર કર્યો હતો. આવતા વર્ષે ભારતમાં. રાહ જોવા માટે આભાર.

પ્રધાનમંત્રીનો ઈલેક્ટ્રિક વાહનો પર ભાર

ટેસ્લાનો ભારતીય બજારમાં પ્રવેશ એવા સમયે થઇ શકે છે, જ્યારે પ્રધાનમંત્રી સતત ઈલેક્ટ્રિક વાહનોના નિર્માણ અને તેના ઉપયોગના પ્રચાર કરવા પર ભાર આપી રહ્યા છે. જોકે, મસ્ક પ્રધાનમંત્રી મોદીના ઘરેલૂ મેન્યુફેક્ચરિંના સપનાથી વિપરીત ભારતમાં ટેસ્લા પ્લાન્ટની જાહેરાત કરશે કે તેમની અન્ય સુવિધા સાથે જોડશે તે સ્પષ્ટ નથી.

ભારતમાં ઓટો સેક્ટર રિકવરી તરફ

ભારતનું ઓટો સેક્ટર પહેલાથી જ ગયા વર્ષે ડિમાન્ડમાં આવેલી ધીમી ગતિમાંથી પાછું આવી રહ્યું છે અને તેને કોરોના વાયરસ મહામારીના કારણે ફટકો પણ પડ્યો હતો. તેને લઇ કાર નિર્માતા કંપનીઓ સરકારનું સમર્થન પણ માગી રહી છે. જણાવી દઇએ કે, એલન મસ્કે ગયા વર્ષે પણ ભારતમાં આવવાને લઇ ટ્વીટર પર એક સવાલનો જવાબ આપ્યો હતો. તેમને એક વ્યક્તિએ પૂછ્યું હતું કે ભારતમાં આવવા પર શું કહેવું છે કે સર. માર્ચ 2019માં તે યૂઝરના જવાબમાં મસ્કે કહ્યું હતું કે તેઓ આ વર્ષે ભારતમાં આવવા માગશે અને જો નહીં તો આવતા વર્ષે નિશ્ચિતપણે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp