ગભરાવાની જરૂર નથી, તમારું ઈન્ટરનેટ બંધ નહીં થાય, આ છે કારણ...

PC: khabarindiatv.com

ઈન્ટરનેટ બંધ થવાનાં સમાચારો વચ્ચે સરકારે દાવો કર્યો છે કે લોકોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે ભારતમાં કોઈનું પણ ઈન્ટરનેટ બંધ નથી થવાનું. સાયબર સુરક્ષા સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે, ઈન્ટરનેટ બંધ થવાનાં સમાચારો સાથે ભારતને કોઈ લેવાદેવા નથી, ભારતમાં તેની કોઈ થવાની નથી. જણાવી દઈએ કે, રશિયન મીડિયા હાઉસે ઈન્ટરનેટ બંધ થવાનાં સમાચાર આવ્યા હતાં.

રિપોર્ટ અનુસાર, ધી ઈન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઈન્ડ નેમ્સ એન્ડ નંબર્સ એટલે કે ICANN નોન પ્રોફિટ પ્રાઈવેટ ઓર્ગેનાઈઝેશન ડોમેન નામની રજીસ્ટ્રી અને IP એડ્રેસ ઉપલબ્ધ કરાવે છે. આ જ સંસ્થા ક્રિપ્ટોગ્રાફિક કીમાં જરૂરી બદલાવ કરવા જઈ રહી છે. જેને કારણે દુનિયાભરનાં ઈન્ટરનેટ યુઝર્સને આવનારા 48 કલાકોની અંદર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે મેઈન ડોમેન સર્વર અને વેબ કંટ્રોલ કરનારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થોડાં સમય માટે બંધ કરવામાં આવશે.

ત્યારબાદ એ સમાચાર આગની જેમ આખી દુનિયામાં ફેલાઈ ગયા હતાં કે, ઈન્ટનેટ બંધ થઈ જશે અને લોકોનાં રોજબરોજનાં કામો, બેંકિંગનાં કામોમાં મુશ્કેલીઓ આવશે. ભારતનાં સાયબર અધિકારીઓનું કહેવું છે કે, ભારતમાં ઈન્ટરનેટ બંધ નહીં થશે. મેન્ટેનન્સનાં કામની ભારત પર અસર નજીવી રહેશે. તો બીજી તરફ ICANNએ પણ આ અંગે સ્પષ્ટીકરણ આપતાં જણાવ્યું હતું કે, ક્રિપ્ટોગ્રાફિકમાં બદલાવનું કાર્ય એક દિવસ અગાઉથી ચાલી રહ્યું છે અને અત્યારસુધી ઈન્ટરનેટ સેવાઓ પર તેની કોઈ ખાસ અસર નથી પડી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp