iPhone યૂઝર્સ માટે સારા સમાચાર, આ સ્માર્ટફોનને ફ્રીમાં રિપેર કરી આપશે કંપની

PC: gsmarena.com

Appleએ iPhone યૂઝર્સ માટે ફ્રીમાં રિપેર પ્રોગ્રામની જાહેરાત કરી છે. કંપનીના જૂના મોડલ iPhone 6s અને iPhone 6S Plusમાં પ્રોબ્લેમને લઈને અમુક યુઝર્સે ફરિયાદ કરી હતી. ત્યાર પછી ફ્રીમાં ફોન રિપેર કરી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પ્રોગ્રામ હેઠળ ફ્રીમાં iPhone રિપેર કરાવવા માટે Apple iPhone યૂઝર્સે પોતાના ફોનનો સીરિયલ નંબર કંપનીના સર્વિસ પ્રોગ્રામ પેજ પર જઈને એન્ટર કરવાનો રહેશે. જેના દ્વારા તેમને ખબર પડશે કે તેમનો iPhone મોડલ આ પ્રોગ્રામનો ભાગ છે કે નહિ.

કંપનીનું કહેવું છે કે, ઓક્ટોબર 2018થી ઓગસ્ટ 2019ની વચ્ચે બનાવવામાં આવેલા iPhone 6s અને iPhone 6S Plusના મોડલમાં ખામી જોવા મળી છે. જેને ફ્રીમાં રિપેર કરાવવા માટે તમારે કોઈપણ રીતનો ચાર્જ આપવાનો રહેશે નહિ. જેના માટે યૂઝરે કંપનીના ઓથોરાઈઝ્ડ સર્વિસ પ્રોવાઈડર પર જવું પડશે.

Appleના લોગોમાં થશે ફેરફારઃ

કંપની હવે તેના નવા સ્માર્ટફોનમાં ખાસ રીતનો લોગો આપશે, જે નોટિફિકેશન આવવા પર ગ્લો કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં કંપની આ લોગો માટે પેટન્ટ પણ ફાઈલ કરી શકે છે.

જો તમને જાણ ન હોય તો કંપની લાંબા સમયથી તેના ગ્લોઈંગ લોગો પર કામ કરી રહી હતી. તો બીજી તરફ iPhone યૂઝર્સમાં પણ ગ્લોઈંગ લોગોને લઈને ક્રેઝ વધી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, લોગો અલગ અલગ નોટિફિકેશન માટે જુદી જુદી લાઈટની સાથે ગ્લો કરશે. કંપનીએ આ લોગો માટે ઘણું માર્કેટ રિસર્ચ પણ કર્યું છે. જેમાં યૂઝર્સે આ લોગોને ખાસ્સો પસંદ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp