340 કિમી છે આ કારની ટોપ સ્પીડ, 2.9 સેકન્ડમાં પકડશે 100ની સ્પીડ, જાણો ફિચર્સ

PC: ndtv.com

સ્પોર્ટ્સ કાર બનાવતી દુનિયાની જાણીતી કંપની Ferrariએ ભારતમાં તેની નવી કાર 812 સુપરફાસ્ટ લોન્ચ કરી છે. આ કારની એક્સ શોરૂમ કિંમત 5.2 કરોડ રૂપિયા છે. 812 સુપરફાસ્ટ ખૂબ જાણીતી એવી F12 Berlinettaની આગળની રેન્જ છે. આ કાર ઈટાલીની આ બ્રાન્ડની અત્યાર સુધીની સૌથી જાણીતી અને સૌથી ઝડપી સ્પોર્ટ્સ કાર છે.

આ કારમાં માત્ર બે દરવાજા છે અને તેને 2017માં જીનીવાના મોટર શોમાં શોકેસ કરવામાં આવી હતી. Ferrari 812 સુપરફાસ્ટમાં 6.5 લીટરનું એન્જિન છે, જે 789 bhp પાવર જનરેટ કરે છે.  Ferrariની આ કાર માત્ર 2.9 સેકન્ડની અંદર 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. જ્યારે માત્ર 7.9 સેકન્ડમાં 200 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડે છે.

આ કારની ટોપ સ્પીડ 340 કિમી પ્રતિ કલાકની છે. એન્જિનમાં 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન છે, જે સ્પેશિફીક ગીયર રેશિયો સાથે આવે છે. 812 સુપરફાસ્ટ Ferrariની પહેલી એવી કાર છે, જેમાં ઈલેક્ટ્રીક પાવર સ્ટીયરીંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય કારમાં વર્ચ્યુઅલ શોર્ટ વ્હીલબેસ સીસ્ટમ(PVC) છે.

Ferrariની 812 સુપરફાસ્ટનું ઈન્ટીરીયર ઘણું સ્પોર્ટી છે. આ કાર ઈન્ડિયામાં લાલ, બ્લૂ અને સિલ્વર કલરમાં મળશે. હાલમાં તેનું Rossa Corsa ઓપ્શન ઘણું વધારે જાણીતું છે. Ferrari 812 સુપરફાસ્ટનો ઈન્ડિયન માર્કેટમાં મુકાબલો Aston martin DB11 અને Bentley Continental GT જેવી કાર સાથે થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp