મગરની ચામડી અને 24 કેરેટ સોનાથી બનેલો આ સ્માર્ટફોન, કિંમત સાંભળીને તમે ચોંકી જશો

PC: gizmochina.com

Caviarએ નવો ફોન લોન્ચ કર્યો છે, જેનું નામ Huawei Mate XT Ultimate છે. આ ફોન ખૂબ જ ખાસ છે અને તેમાં સોનું, કાર્બન, ટાઇટેનિયમ અને મગરના ચામડા જેવી ખૂબ જ કિંમતી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 12,770 ડૉલરથી શરૂ થાય છે. આ ફોન એવા લોકો માટે છે જેઓ ખૂબ જ મોંઘા અને સારા ફોન ખરીદવા માંગે છે.

Huawei Mate XT Ultimateએ વિશ્વનો પહેલો ફોન છે, જે ત્રણ વખત ફોલ્ડ થાય છે. ઘણા લોકો આ ફોનનો ઓર્ડર પહેલા જ આપી ચૂક્યા છે, અને અત્યાર સુધીમાં 60 લાખથી વધુ ફોનનો ઓર્ડર આપવામાં આવ્યો છે, તમે આ ફોનને લાલ અને કાળા કલરમાં ખરીદી શકો છો. પરંતુ Caviar કંપનીએ આ ફોનની સ્પેશિયલ એડિશન બનાવી છે, જેનું નામ રિચ કલર્સ છે. આ એડિશનમાં બે રંગો છે- ગોલ્ડ ડ્રેગન અને બ્લેક ડ્રેગન. આ ફોન ખૂબ જ સારી સામગ્રીથી બનેલા છે અને તે ચીનની જૂની પરંપરા અને નવી ટેકનોલોજીનું મિશ્રણ છે.

આ કલેક્શનનો સૌથી ખાસ ફોન ગોલ્ડ ડ્રેગન છે. આ ફોન ડબલ ઇલેક્ટ્રોપ્લેટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 24K સોનાનો બનેલો છે. આ ફોનમાં ખૂબ જ સુંદર પેટર્ન છે, જે ચીનની 3,000 વર્ષ જૂની તલવાર બનાવવાની કળાથી પ્રેરિત છે. આ ફોનની ડિઝાઇન Huawei Mate XT કેમેરા ફ્રેમ જેવી જ છે, પરંતુ આ ફોન ખૂબ જ ખાસ અને અતિ મૂલ્યવાન છે.

બીજી તરફ, બ્લેક ડ્રેગન એડિશન ચીનની જૂની વાર્તાથી પ્રેરિત છે. આ ફોનમાં કાળા રંગના મગરના ચામડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ડ્રેગન સ્કેલ્સ જેવો દેખાય છે. આ ફોનમાં કેટલાક ગોલ્ડ કલરના પાર્ટ્સ પણ છે. આ ફોન ખૂબ જ પાવરફુલ અને સ્ટાઇલિશ છે અને જે લોકો તેને ખરીદે છે તેઓ ખૂબ જ સમૃદ્ધ અને વૈભવી જીવન જીવે છે.

Caviarનો કસ્ટમ Huawei Mate XT અલ્ટીમેટ ફોન ત્રણ સ્ટોરેજ વિકલ્પોમાં આવે છે- 256GB, 512GB અને 1TB. બ્લેક ડ્રેગન એડિશનની કિંમત 12,770 ડૉલર (રૂ. 10,69,876)થી શરૂ થાય છે, જ્યારે ગોલ્ડ ડ્રેગન એડિશનની કિંમત 14,500 ડૉલર (રૂ. 12,14,817)થી શરૂ થાય છે. દરેક એડિશન ખૂબ જ ખાસ છે અને માત્ર 88 ફોન જ બનાવવામાં આવ્યા છે, કારણ કે ચીની સંસ્કૃતિમાં 8ને ખૂબ જ લકી નંબર માનવામાં આવે છે. ગયા મહિને, Caviarએ iPhone 16 Proની નવી આવૃત્તિ Desert Titanium રંગમાં લૉન્ચ કરી હતી. આ ફોનની કિંમત 10,630 ડૉલરથી શરૂ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp