અમેરિકામાં TikTok એપનું શું થવાનું છે, ટ્રમ્પે 75 દિવસ કેમ આપ્યા? મસ્કનો શું રોલ

PC: twitter.com

અમેરિકામાં TikTok પર પ્રતિબંધ અંગેનું નાટક ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. USએ સુરક્ષા કારણોસર, અમેરિકામાં TikTok પર પ્રતિબંધ મૂક્યો અને પછી 75 દિવસ માટે તેના પરનો પ્રતિબંધ ઉઠાવી પણ લીધો. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલા છતાં, TikTokએ US એપ સ્ટોર્સમાંથી પોતાની તમામ માયા સંકેલી લીધી છે. હવે જ્યાં સુધી TikTok કોઈ અમેરિકન ખરીદનારને વેચવામાં ન આવે ત્યાં સુધી તે USમાં એપલ કે ગુગલ એપ સ્ટોર પર પાછું નહીં આવે.

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ટિકટોકના સંચાલનને 75 દિવસ સુધી લંબાવવાના એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. અહીં તમને જણાવી દઈએ કે, અમેરિકામાં TikTokના લગભગ 17 કરોડ યુઝર્સ છે અને TikTokએ ટ્રમ્પની જીતમાં ખુબ મહત્વની ભૂમિકા ભજવી છે.

રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ બાઇડેનના વહીવટના પહેલા વર્ષમાં TikTok પર પ્રતિબંધ મૂકવો અશક્ય લાગતું હતું. જોકે, એપ્રિલ 2024માં, રાષ્ટ્રપતિ બાઇડેને એક કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે, TikTokની પેરેન્ટ કંપની ByteDanceએ 9 મહિનાની અંદર એપની માલિકી અમેરિકન ખરીદનારને સોંપવી પડશે અને તે પછી જ તે અમેરિકામાં તેનું અસ્તિત્વ બચાવી શકશે. બાઇડેન વહીવટીતંત્રને ડર હતો કે આ ચીની એપનો ઉપયોગ અમેરિકનોની જાસૂસી કરવા અથવા ડેટા સંગ્રહ અને સામગ્રીની હેરફેર દ્વારા ગુપ્ત રીતે અમેરિકન જાહેર અભિપ્રાયને પ્રભાવિત કરવા માટે થઈ શકે છે.

USAના એક સ્થાનિક મીડિયા સૂત્રના રિપોર્ટ અનુસાર, ગૂગલ પ્લે સ્ટોર પર ટિકટોક શોધનારા એન્ડ્રોઇડ યુઝર્સ એપ માટે એક આઇકોન દેખાશે તો જરૂર, પરંતુ તેના પર ક્લિક કરી શકાશે નહીં. તેના પર એક સંદેશો લખેલો હશે, જેમાં લખેલું હશે કે, શું તમે TikTok શોધી રહ્યા છો? તે પછી એક નોંધ આવે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, વર્તમાન US કાનૂની જરૂરિયાતોને કારણે આ એપ્લિકેશનનું ડાઉનલોડ બ્લોક કરવામાં આવ્યું છે. જ્યારે, જે iPhone વપરાશકર્તાઓ TikTok શોધે છે, તેમને એક નોટિસ મળે છે, જેમાં કહેવામાં આવે છે કે, TikTok અને અન્ય ByteDance એપ્સ તમારા દેશ કે પ્રદેશમાં ઉપલબ્ધ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp