
ભારતમાં SUVની ડિમાન્ડ વધતી જઈ રહી છે. હાલમાં ચિપની અછતથી ઑક્ટોબર મહિનામાં સૌથી વધારે ગાડીઓનું વેચાણ પ્રભાવિત થયું છે પરંતુ SUVના વેચાણ પર ઓછી અસર પડી છે. ખાસ કરીને કોમ્પેક્ટ અને મિડ સાઇઝ SUVsનું વેચાણ મહિના દર મહિનાના આધાર પર વધ્યું છે. સૌથી વધારે વેચાનારી SUVની વાત કરીએ તો ઑક્ટોબર મહિનામાં નંબર-1 પર હ્યુન્ડાઇ વેન્યૂએ કબજો કર્યો છે. તો Nissan Magnite 10મા નંબરે રહી છે.
હ્યુન્ડાઇની વેન્યૂ ઑક્ટોબર મહિનામાં બેસ્ટ સેલિંગ SUV બની ગઈ છે. ઓક્ટોબરમાં દર વર્ષના આધાર પર વેન્યૂનું વેચાણ 19.5 ટકા વધી ગયું છે. ઓક્ટોબરમાં વેન્યૂના કુલ 10,554 યુનિટ્સ વેચાયા જ્યારે ગત વર્ષે ઓક્ટોબરમાં વેન્યૂના 8,828 યુનિટ્સ વેચાયા હતા.
જ સેલ્ટૉસનું વેચાણ વાર્ષિક આધાર પર ઑક્ટોબર 2021મા 17.8 ટકા વધ્યું છે. ટોપ-10 વેચાનારી SUVની લિસ્ટમાં આ કાર બીજા નંબરે છે. ઑક્ટોબર 2021મા કિઆ સેલ્ટૉસના કુલ 10,448 યુનિટ્સ વેચાયા હતા જ્યારે ગત વર્ષે 8,900 યુનિટ્સ વેચાયા હતા.
ટાટા નેક્સોને ઑક્ટોબર મહિનામાં પોતાની પકડ મજબૂત કરી છે. ગત મહિને વાર્ષિક આધાર પર તેનું વેચાણ 46.5 ટકા વધ્યું છે. ઑક્ટોબર 2021મા નેક્સોનના 10,096 યુનિટ્સ વેચાયા જ્યારે ગત વર્ષે આ મહિનામાં 6,888 યુનિટ્સ વેચાયા હતા.
ટાટાની માઇક્રો SUV Punch લોન્ચ સાથે જ ઑક્ટોબર મહિનામાં સૌથી વધારે વેચનારી SUVની લિસ્ટમાં ચોથા નંબર પર પહોંચી ગઈ છે. ઑક્ટોબર 2021મા Tata Punchના કુલ 8,453 યુનિટ્સ વેચાયા.
બેસ્ટ સેલિંગ SUVની લિસ્ટમાં મારુતિ સુઝુકીની વિટારા બ્રેઝા પાંચમા નંબર પર છે. ઑક્ટોબર 2021મા મારુતિ વિટારા બ્રેઝાના કુલ 8,032 યુનિટ્સ વેચાયા હતા. ગત વર્ષે આ જ મહિનામાં એટલે કે ઓક્ટોબર 2020મા બ્રેઝાના 12,087 યુનિટ્સ વેચાયા હતા. બ્રેઝાનું વેચાણ વાર્ષિક આધાર પર 33.5 ટકા ઘટ્યું છે.
ઓક્ટોબરમાં હ્યુન્ડાઇ ક્રેટાનું વેચાણ ઘટ્યું છે. ઑક્ટોબર 2021મા ક્રેટાના કુલ 6,455 યુનિટ્સ વેચાયા જે વાર્ષિક આધાર પર લગભગ 54 ટકા ઓછું છે, ઑક્ટોબર 2020મા ક્રેટાનું કુલ 14,023 યુનિટ્સ વેચાયા હતા.
કિઆની બે કાર બેસ્ટ સેલિંગ ટોપ-10 લિસ્ટમાં સામેલ છે. ઑક્ટોબર 2021મા કિઆ સોનેટના કુલ 5,443 યુનિટ્સ વેચાયા. વાર્ષિક આધાર પર વેચાણમાં 53.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ પહેલા ઑક્ટોબર 2020મા કિઆ સોનેટના કુલ 11,721 યુનિટ્સ વેચાયા હતા.
સૌથી વધારે વેચાનારી લિસ્ટમાં SUVની લિસ્ટમાં આઠમા નંબર પર Mahindra XUV300 રહી. ઑક્ટોબર 2021મા તેના કુલ 4203 યુનિટ્સ વેચાયા જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં 4882 યુનિટ્સ વેચાયા હતા. વાર્ષિક આધાર પર વેચાણમાં 13.9 ટકાનો ઘટાડો થયો છે.
Mahindra XUV700 લોન્ચ સાથે જ જબરદસ્ત ડિમાન્ડમાં છે. મહિન્દ્રાએ ઑક્ટોબર 2021મા 3407 યુનિટ્સની ડિલિવરી કરી હતી જ્યારે તેનો બુકિંગનો આકડો 70 હજાર પાર થઈ ગયો છે.
Nissan Magniteના ઓક્ટોબરમાં કુલ 3389 યુનિટ્સ વેચાયા. ટોપ-10 વેચાનારી SUVની લિસ્ટમાં Nissan Magnite 10મા નંબર પર રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp