Toyotaની આ કાર સૌથી સુરક્ષિત, ક્રેશ ટેસ્ટમાં મળ્યા 5 સ્ટાર

Toyotaએ હાલમાં જ પોતાની જાણીતી SUV Toyota Fortuner Facelift વર્ઝન લોન્ચ કર્યું છે. કંપની આ ફેસલિફ્ટ ભારતમાં 2021માં લોન્ચ કરશે. આ કારના થાઈલેન્ડ મોડેલનું હાલમાં જ ASEAN NCAPએનકેપ દ્વારા ક્રેશ ટેસ્ટ કરવામાં આવી હતી. જેમાં આ કારને 5 માંથી 5 સ્ટાર આપવામાં આવ્યા હતા. આ કારને ક્રેશ ટેસ્ટમાં 87.46 ટકાનો સ્કોર મળ્યો છે, જેના આધાર પર કારની રેટિંગ 5 સ્ટાર થાય છે. એડલ્ટ ઓક્યુપેન્ટ પ્રોટેક્શન(AOP) 34.03 પોઈન્ટ અને ચાઈલ્ડ ઓક્યુપેન્ટ પ્રોટેક્શન(COP) અને સેફ્ટી આસિસ્ટ ટેક્નોલોજી કેટેગરીમાં 18માંથી 13 પોઈન્ટ મળ્યા છે.

Toyota Fortuner Faceliftનો ફ્રન્ટ લૂક નવો છે. Toyota Fortuner Legender નામથી ટોપ મોડલ લોન્ચ કર્યું છે, જે સ્પોર્ટી લૂક આપે છે. તેમાં સ્ટાન્ડર્ડ મોડેલથી અલગ સ્પ્લિટ ગ્રિલ, એલઈડી ટર્ન ઈન્ડિકેટર્સની સાથે અલગ ફ્રન્ટ બંપર આપવામાં આવ્યું છે. તેમાં LED ડેટાઈમ રનિંગ લાઈટ્સની સાથે રિડિઝાઈન LED હેડલાઈટ્સ, મેશ-પેટર્ન ગ્રિલ, અલગ ડિઝાઈન બંપર અને નવી ડિઝાઈન સાથે 18 ઈંચના એલોય વ્હીલ આપવામાં આવ્યા છે. પાછળની તરફ માટો બદલાવમાં સ્લીમ લુક વાળા LED ટેલ-લાઈટ્સ આપવામાં આવી છે.

Toyota Fortuner Faceliftમાં એક બીજો બદલાવ તેના એન્જિનમાં કરવામાં આવ્યો છે. એસયુીનું 2.4 લીટર, 4-સિલીન્ડર ડિઝલ એન્જિન પહેલાની જેમ 150hp પાવર અને 400nmનો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે 2.8 લીટરવાળા ડિઝલ એન્જિનને પહેલા કરતા વધારે પાવરફૂલ કરવામાં આવ્યું છે. જૂના મોડેલમાં આ એન્જિન 177hpનો પાવર આપતું હતું, જ્યારે નવા એન્જિનમાં તે 204hpના પાવર સાથે આવે છે.

ભારતીય માર્કેટની વાત કરીએ તો આ નવી ફોર્ચ્યુનરનું હાલનું મોડેલ BS6 કમ્પ્લાયન્ટ 2.7 પેટ્રોલ અને અપગ્રેડેડ 2.8 લીટર એન્જિન સાથે લોન્ચ કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. જૂના મોડેલની સરખામણીએ નવી Toyota Fortunerના ઈન્ટીરિયરમાં કોઈ ખાસ બદલાવ કરવામાં આવ્યો નથી. કેબિનમાં સૌથી મોટો બદલાવ 8.0 ઈંટનું મોટુ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરને પણ અપડેટ કરવામાં આવ્યો છે. SUVમાં 8 રીતની પાવર એડજસ્ટેબલ ડ્રાઈવર અને કો-ડ્રાઈવર સીટ્સ અને વાયરલેસ સ્માર્ટફોન ચાર્જિગની સુવિધા આપવામાં આવી છે. તે સિવાય LED એમ્બિયન્ટ લાઈટીંગ, સ્પીકર JBL ઓડિયો સિસ્ટમ અને 360 ડિગ્રી કેમેરા જેવા ફીચર છે. Legender વેરિયન્ટમાં 9.0 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp