Toyotaની આ 3 જબરદસ્ત કાર પર મળી રહી છે 65000ની ભારે છૂટ

PC: mktw.com

જુલાઇમાં તો તમે Toyotaની નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તમને કુલ 65 હજાર રૂપિયા સુધીની ભારે બચત થઇ શકે છે. આ મહિને ટોયોટા પોતાની કારો પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ કારોમાં ટોયોટા યારિસથી લઇ ટોયોટા ગ્લાંઝા અને ટોયોટા અર્બન ક્રૂઝર પણ સામેલ છે. ગ્રાહકોને આ કારો પર રોકડ ડિસ્કાઉન્ટથી લઇ એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ જેવા ઓફર્સ મળી રહ્યા છે.

Toyota Yaris

Toyota Yaris પર જુલાઇ મહિનામાં ગ્રાહકોને કુલ 65000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ કાર પર કંપની 20 હજાર રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ, 20 હજારનું એક્સચેન્જ બોનસ તો 25000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. કુલ મળી આ કાર પર 65000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે.

Toyota Glanza

આ કાર પર ગ્રાહકોને જુલાઇમાં કુલ મળીને 30 હજાર રૂપિયા સુધીની ભારે છૂટ મળી રહી છે. કારના 8એ વેરિયન્ટ પર કંપની તરફથી 10 હજારનું રોકડ ડિસ્કાઉન્ટ, 2000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ તો 18000 રૂપિયાની કોર્પોરેટ ઓફર છે. આ કારના 8એ વેરિયન્ટ ઉપરાંત રોકડ ડિસ્કાઉન્ટ 10000, એક્સચેન્જ બોનસ 2000 સુધીનું અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ 8000 રૂપિયા સુધીનું છે.

Toyota Urban Cruiser

આ કાર પર જુલાઇમાં ગ્રાહકોને કુલ 20000 રૂપિયા સુધીની છૂટ મળી રહી છે. કંપની તરફથી આપવામાં આવી રહેલી ઓફર હેઠળ આ કારના દરેક વેરિયન્ટ પર 2000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ, 8000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ કાર પર કોઇ કેશ ડિસ્કાઉન્ટ નથી. કુલ મળી આ કાર પર 20000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

નોંધ

કંપની તરફથી આપવામાં આવી રહેલી ઓફર સીમિત સમય સુધી છે. સાથે જ આ ઓફર્સ અલગ અલગ રાજ્યો અને ડીલરશીપ પર બદલાઇ શકે છે. એવામાં પોતાની પસંદગીની ટોયોટા કારને ખરીદતા પહેલા કંપનીની આધિકારિક ડીલરશીપ પર જઇ ઓફર વિશે જાણી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp