સ્માર્ટફોન થઈ જશે સસ્તા જો સરકારે TRAIની આ સલાહ માની લીધી

PC: flipkart.com

દેશમાં ટેલિકોમ સાધનોના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે TRAI નવી વ્યવસ્થા ઇચ્છે છે. TRAIએ 2022 સુધીમાં ટેલિકોમ સાધનોની આયાતને સંપૂર્ણ પણે બંધ કરવા માટે ભલામણ કરી છે. જો સરકાર TRAIની આ ભલામણ માની લે છે તો સ્થાનિક સ્તરે ટેલિકોમ સાધનોનું મેન્યુફેક્ચરિંગ વધશે. તેનાથી બહારથી આયાત થતા ઉપકરણ દેશમાં જ બનવા લાગશે અને નિશ્ચિતપણે સ્માર્ટફોનની કિંમત ઓછી થશે. હાલમાં કંપનીઓ બહારથી સમાન આયાત કરીને અહીં એસેમ્બલ કરાવે છે અને તેથી તેના પર લગતા આયાત કરના કારણે આ ઉપકરણ મોંઘા થઈ જાય છે.

ડિઝાઈન, પરીક્ષણ અને ઉત્પાદનને મળશે પ્રોત્સાહન

TRAIએ કહ્યું કે ટેલિકોમ ઉપકરણોની મોટાભાગની માંગ આયાત મારફતે પૂરી થાય છે. TRAIએ કહ્યું કે ટેલિકોમ સેક્ટરમાં ડિઝાઈન, પરીક્ષણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 1,000 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરવાની વાત કહેવામાં આવી છે. TRAIએ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને 'આયાત નિર્ભર'થી સ્વદેશી મેન્યુફેક્ચરિંગના વૈશ્વિક કેન્દ્રના રૂપમાં બદલવાના ઉદ્દેશ્યથી આ ભલામણો કરી છે.

TRAIએ કહ્યું છે કે 'ભારતે 2022 સુધીમાં ટેલિકોમ ઉપકરણોના શૂન્ય આયાતના લક્ષ્યને હાંસલ કરી લેવું જોઈએ. આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે ટેલિકોમ ઈક્વીપમેન્ટ મેન્યુફેક્ચરર કાઉન્સીલ (TEMC)ને વિશેષ સેક્ટરોની ઓળખ કરવી જોઈએ.' આંકડાઓ અનુસાર વર્ષ 2017-18મા ટેલિકોમ ઉપકરણોની નિકાસ 120.17 કરોડ ડોલર રહી હતી જ્યારે આયાત 218.47 કરોડ ડોલર રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp