ટ્વીટરમાંથી એન્જિનિયર્સને કાઢી મૂક્યા પછી એલન મસ્કે આપી આ હેકરને નોકરી

PC: etimes.indiatimes.com

ટ્વીટરના નવા માલિક એલન મસ્કે હાલમાં જ આશરે 4 હજાર જેટલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. હવે આશા કરવામાં આવી રહી છે કે મસ્ક કંપની માટે ઘણી ભરતીઓ કરવાના છે. એલન મસ્કે હાલમાં જ જ્યોર્જ હોટ્ઝને કામ પર રાખ્યો છે. આ એ જ યુવાન છે, જેણે 2007માં આઈફોનને હેક કરીને ચર્ચામાં આવ્યો હતો. આ પહેલો યુવાન છે જેણે આઈફોનને અનલોક કર્યો હતો. આ પહેલા હોટ્ઝ મસ્કની સ્પેસ એક્સની સાથે પણ જોડાયેલો હતો.

હવે મસ્કે ટ્વીટર પર સર્ચ ઓપરેશનને ફિક્સ કરવા માટે તેને નોકરી આપી છે. જ્યોર્જ હોટ્ઝને તે ક્લોઝને સરખો કરવા માટે 12 અઠવાડિયાનો સમય આપ્યો છે, જે મોટાભાગના એન્જિનીયરો વર્ષોમાં કરી શક્યા નથી. જ્યોર્જ હોટ્ઝે ટ્વીટર પર ટ્વીટ કરતા લખ્યું છે- હું સેન ફ્રાન્સિસ્કોમાં રહેવાની કિંમત પર ટ્વીટરમાં 12 અઠવાડિયાની ઈન્ટર્નશીપ કરવા માટે તૈયાર છું. એલન મસ્કે નોકરીની ઓફર કરવાની સાથે તેના ટ્વીટનો જવાબ આપ્યો હતો.

હોટ્ઝે કહ્યું હતું કે હું 12 અઠવાડિયામાં ડોક્યુમેન્ટ અને તે 1000 માઈક્રોસર્વિસિસમાંથી કેટલાંકને સાફ કરવામાં મદદ કરી શકું છું. તેણે સાથે એ પણ ક્લિયર કર્યું છે કે તે માત્ર ઈન્ટર્ન છે અનેતેને ટ્વીટરમાં 12 અઠવાડિયામાં બ્રોકન સર્ચને સરખું કરવા માટે કામ પર રાખવામાં આવ્યો છે. જ્યોર્જ હર્ટ્ઝ કાર્નેગી મેલન યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સનો ગ્રેજ્યુએટ છે. તેણે ગુગલ, ફેસબુક અને સ્પેસ એક્સ ની સાથે ઈન્ટર્નશીપ કરી છે. તે 2015થી 2018 સુધી કોમા.એઆઈનો સીઈઓ હતો. હવે એલન મસ્કે તેને ઈન્ટર્ન તરીકે ટ્વીટરમાં રાખ્યો છે. અહીં તે સર્ચ ઓપરેશનને ફિક્સ કરવાનું કામ કરશે.

જ્યારથી એલન મસ્કે ટ્વીટરને ખરીદ્યું છે પછીથી રોજ કોઈ ને કોઈ નવા નિયમો લાગુ થતા જોવા મળી રહ્યા છે. મેઈન ઓફિસમાંથી લોકોને કાઢ્યા પછી ભારતની ટ્વીટરની ઓફિસમાંથી એકસાથે ઘણા બધા લોકોને કાઢી મૂકવામાં આવ્યા છે. સાથે જ કંપનીમાં કામ કરનારા લોકો માટે પણ ઘણા કડક નિયમો બનાવવામાં આવ્યા છે.

આ અંગે તેણે કંપનીના કર્મચારીઓને દર શુક્રવારે એક મેઈલ કરવાનું કહેવામાં આવ્યું છે, તેમણે પોતાનું નામ અથવા કોડ સેમ્પલ્સ અંગે અપડેટ આપવું પડશે. જેમાં એક નક્કી કરેલો મેમો બનાવીને આપવામાં આવ્યો છે અને કર્મચારીઓએ એક કંપનીના ઈમેલ પર મોકલવા માટે કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp