અત્યારસુધીનું સૌથી પાવરફુલ Vespa સ્કુટર લોન્ચ, બુલેટને આપશે ટક્કર

PC: youtube.com

Piaggioએ પોતાનું અત્યારસુધીનું સૌથી પાવરફુલ Vespa સ્કૂટર યુરોપમાં લોન્ચ કર્યું છે. આ સ્કૂટરનું નામ 2019 Vespa GTS 300 છે અને સૌથી પહેલા મિલાનમાં યોજાયેલા 2018 EICMA શો દરમિયાન તેને રજૂ કરવામાં આવ્યુ હતુ. નવા Vespa GTS 300માં 278cc, સિંગલ-સિલિન્ડર એન્જિન લગાવવામાં આવ્યુ છે. આ એન્જિન 23.8bhpનો પાવર અને 26Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેના એન્જિનની સાથે GTS 300 સૌથી પાવરફુલ Vespa સ્કુટર બની ગયુ છે.

આ એન્જિનની સાથે પાવરફુલ આઉટપુટના મામલે આ સ્કૂટર Royal Enfieldની 350cc અને Jawaની 300ccવાળી બાઈક્સને ટક્કર આપશે. અપડેટ્સમાં એન્જિનમાં નવા પિસ્ટન્સ અને સિલેન્ડર્સ આપવામાં આવ્યા છે, જે એન્જિનની ક્ષમતાને વધુ સારી બનાવશે અને હોર્સપાવરને 12 ટકા અને ટોર્કને 18 ટકા વધુ વધારે છે. Piaggioના જણાવ્યા અનુસાર, Vespa GTS 300ના પરફોર્મન્સમાં સુધારો કર્યા બાદ તે પહેલાની સરખામણીમાં વધુ એવરેજ પણ આપે છે.

Vespa GTS 300માં LED હેડલાઈટ્સ અને એક સીટ ડિઝાઈન આપવામાં આવી છે. આ ઉપરાંત, તેની સીટની નીચે સ્ટોરેજમાં બે ઓપન-ફેસ હેલમેટ્સ મુકવાની જગ્યા અને એક ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, સ્કુટરમાં હવે બ્લૂટૂથ દ્વારા સ્માર્ટફોન કનેક્ટિવિટી પણ આપવામાં આવી છે. Vespa GTS 300માં પાંચ વિકલ્પ- GTS, GTS Touring, GTS Super, GTS SuperSport અને GTS SuperTech અવેલેબલ છે. ભારતીય બજારમાં તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp