હિટલરની પસંદગીની કારનું પ્રોડક્શન થશે બંધ

PC: parkers.co.uk

જર્મનીના સરમુખ્ત્યાર હિટલરની પસંદ રહી ચૂકેલી બીટલ કાર હવે પોતાના ઉત્પાદનના અંતિમ દિવસોની ગણતરી કરી રહી છે. એક સમયે આ કારે સામાન્ય લોકોને કાર તરીકે દુનિયાભરમાં ખૂબ ધૂમ મચાવી હતી. છેલ્લા 70 વર્ષથી આ કારે દુનિયાભરના રસ્તાઓ પર પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. બીટલ બનાવતી જર્મનીની કંપની ફોકસવેગને ગુરુવારે કહ્યું કે તે આ કારની અંતિમ આવૃત્તિનું ઉત્પાદન કરીને 2019મા તેનું ઉત્પાદન બંધ કરી દેશે. કંપની હાલમાં ઇલેક્ટ્રિક વાહનો અને અન્ય કાર પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે તેથી તેની પ્રાથમિકતામાં બીટલ હાંસિયાથી પણ બહાર પહોંચવાની અણીએ છે.

અમેરિકામાં ફોકસવેગન ગ્રૂપના મુખ્ય કાર્યકારી હેનરિક વોએબકેને એક નિવેદનમાં કહ્યું કે અમે અમેરિકન પરિવારોની જરૂરિયાતના હિસાબે અનુકૂળ વાહનો અને ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન આપી રહ્યા છીએ. જોકે હું એ પણ કહેવા માગું છું કે ક્યારેય પણ 'ક્યારેય નહીં' ન કહેવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે ત્રણ પેઢી અને લગભગ સાત દાયકાથી વધુ સમય પછી બીટલનું બંધ થવું તેના સમર્પિત પ્રસંશકોની લાગણીઓને સ્પંદિત કરશે.

કંપનીએ કહ્યું કે તેમની યોજના બીટલની છેલ્લી બે આવૃત્તિ રજૂ કરવાની છે. તેની કિંમત 23,045 ડોલર અથવા તેનાથી વધુ હોઈ શકે છે. નાઝી જર્મનીમાં અવતરિત આ કાર કાળાંતરમાં એક વૈશ્વિક પરિઘટના બનીને ઊભરી. ફર્ડિનાન્ડ પોર્શે તેને હિટલરના સમર્થનથી વિકસિત કરી હતી. પોર્શે હિટલરના સંરક્ષણમાં 1937માં સાર્વજનિક વાહન નિર્માતા કંપની ફોકસવેગન એટલે કે સામાન્ય લોકોની કાર બનાવનારી ફેક્ટરી બનાવી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી મિત્ર રાષ્ટ્રોએ જર્મનીના વાહન ઉદ્યોગને ખરાબ સ્થિતિમાંથી બહાર કાઢવા માટે ફોકસવેગનને પ્રાથમિકતા આપી.

સિડાન બીટલને અમેરિકામાં પ્રથમ વાર 1950ના દાયકામાં ઉતારવામાં આવી હતી. નાઝી જર્મની સાથે જોડાણના કારણે ત્યારે તેનું વેચાણ ખૂબ ઓછું ચાલી રહ્યું હતું. રિપોર્ટ્સ મુજબ એડવર્ટાઇઝિંગ એજન્સી ડોયલ ડેન બર્નબેકે 1959મા કારને નવી રીતે રજૂ કરી અને તેના નાના આકારને ગ્રાહકો માટે ફાયદાકારક બતાવીને પ્રચારિત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp