Volkswagenના આ નિર્ણયથી કાર ઉત્પાદક કંપનીઓને પડી શકે છે મોટો ફટકો

PC: cnet.com

જર્મનીની કાર નિર્માતા કંપની Volkswagenની પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કારો ધીમે-ધીમે બંધ થઈ જશે. ડીઝલગેટ ઉત્સર્જન ઘોટાળામાં ફસાયેલી Volkswagenએ જણાવ્યુ હતુ કે, તે પોતાની ડીઝલ અને પેટ્રોલ એન્જિનવાળી કારોની અંતિમ પેઢી 2026માં રજૂ કરશે. ગત મહિને જ કાર નિર્માતા કંપનીએ ઈલેક્ટ્રિક વાહનો પર મોટો દાવ રમતા 2023 સુધી 44 અબજ યુરો (50 અબજ ડૉલર)ના રોકાણની જાહેરાત કરી છે.

રોકાણની જાહેરાત દરમિયાન કંપનીએ કહ્યુ હતુ કે, 2015માં થયેલા જળવાયુ કરારના ઉત્સર્જન લક્ષ્યોને હાંસલ કરવા માટે તે પોતાની ડીઝલ અને પેટ્રોલ એન્જિનવાળી કારોને ધીમે-ધીમે બંધ કરી દેશે.

Volkswagenએ 2025 સુધી ઈલેક્ટ્રિક વાહનોની મોડલ સંખ્યા વધારીને 50 કરવાનુ લક્ષ્ય નક્કી કર્યુ છે. વર્તમાનમાં આ સંખ્યા માત્ર 6 છે. Volkswagen 2026માં પેટ્રોલ તેમજ ડીઝલથી ચાલતી કારોની અંતિમ પેઢી રજૂ કરશે અને એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે આ પ્રકારના વાહનોનુ વેચાણ 2040 સુધી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp