તમારી મરજી વગર તમને WhatsApp ગ્રુપમાં એડ કરી દેતા લોકોથી હવે મળશે છૂટકારો

PC: youtube.com

WhatsAppએ પહેલા એડમિનને બોસ બનાવ્યા, જેને ચાહો તેને ગ્રુપમાં એડ કરો અને જેને ઈચ્છો તેને બહાર. હવે WhatsApp એડમિનની બોસગિરી પર જ લગામ લગાવવાની તૈયારી કરી રહ્યુ છે. WhatsApp હવે એક એવુ ફીચર લઈને આવી રહ્યુ છે, જેની મદદથી યુઝરની મરજી વિના કોઈ તેને કોઈપણ ગ્રુપમાં એડ નહીં કરી શકશે. WhatsApp પર કેટલાક ગ્રુપ એડમિન કોઈ યુઝરને તેની પરવાનગી વિના પોતાના ગ્રુપમાં એડ કરી લે છે. એવામાં ગ્રુપમાં એડ થયા બાદ તમારી પાસે એક જ ઓપ્શન બચે છે કે તમે ગ્રુપ લેફ્ટ કરી જો એટલે કે ગ્રુપ છોડી દો અને તે ગ્રુપને પોતાના ચેટ લિસ્ટમાંથી ડિલીટ કરી દો.

ગ્રુપ છોડવા પર એક પ્રોબ્લેમ એ આવે છે કે, બાકી ગ્રુપના મેમ્બર્સને તે દેખાઈ જાય છે કે તમે ગ્રુપ છોડી દીધુ છે અને પછી લોકો સવાલ કરતા રહે છે કે તમે ગ્રુપ શા માટે છોડી દીધુ. એવામાં હવે આ બધી ઝંઝટોમાંથી બચવામાં WhatsAppનું નવું ફીચર મદદ કરશે.

કઈ રીતે કામ કરશે આ ફીચર

WhatsAppના આ નવા આવનારા ફીચર માટે તમારે પોતાના WhatsApp સેટિંગમાં જવુ પડશે. સેટિંગમાં અકાઉન્ટ ઓપ્શન દેખાશે. તેને સિલેક્ટ કર્યા બાદ પ્રાયવસી પર ક્લિક કરી ગ્રુપમાં જાઓ. જ્યાં 'Who Can Add Me To Groups' ઓપ્શન મળશે, જેમાં everyone, my contacts અને Nobody ઓપ્શન દેખાશે.

Everyone: જો તમે આ ઓપ્શન સિલેક્ટ કરશો તો કોઈપણ વ્યક્તિ તમને તેના ગ્રુપમાં એડ કરી શકશે. આ ઓપ્શનમાં કોઈ પરવાનગીની જરૂર નહીં પડશે.

My Contacts: આ ઓપ્શન સિલેક્ટ કરતો તો તમારા કોન્ટેક્ટમાં સેવ યુઝર્સ જ તમને કોઈ ગ્રુપમાં એડ કરી શકે છે.

Nobody: આ ઓપ્શન બાદ કોઈપણ પરવાનગી વિના કોઈ યુઝરને પોતાના ગ્રુપમાં એડ નહીં કરી શકશે. આ ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ જો કોઈ એડમિન ગ્રુપમાં તમને જોડવા માંગે તો તેને માટે તમારી પાસે એક પરમિશન નોટિફિકેશન આવશે. નોટિફિકેશનમાં લખેલુ હશે કે આ યુઝર તમને પોતાના ગ્રુપમાં એડ કરવા માંગે છે. ગ્રુપમાં જોડાવાનું નિમંત્રમ 72 કલાક સુધી એક્ટિવ રહેશે. સાથે જ એક ગ્રુપમાંથી એક સમયે બેવાર રિક્વેસ્ટ ઈનવિટેશન મોકલી શકાશે નહીં.

આ ફીચર હજુ આવ્યું નથી, પરંતુ ટૂંક સમયમાં જ આ ફીચરનો ફાયદો એન્ડ્રોઈડ એર iOS યુઝર્સને મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp