બેથી વધુ લોકોને મેસેજ ફોરવર્ડ કરવા પર WhatsApp પૂછશે આ સવાલ

PC: vox-cdn.com

WhatsApp પોતાના યુઝર્સ માટે લગાતાર નવા નવા ફીચર્સ રજૂ કરી રહ્યું છે. હાલમાં જ કંપનીએ એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે સ્ટીકરનું ફીચર રોલ આઉટ કર્યા છે. હવે રિપોર્ટ મળી રહ્યા છે કે મેસેજિંગ એપ WhatsApp નવા ફીચર 'Forward Preview'નું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચર હાલમાં બીટા ટેસ્ટિંગ ફેઝમાં છે.

'Forward Preview' ફીચર મારફતે યુઝર્સ કોઈ પણ મેસેજને મોકલતા પહેલાં તેના પ્રિવ્યૂ ફોરવર્ડને જોઈ શકશે. તેનો અર્થ એમ છ એકે યુઝર્સને કોઈ પણ ટેક્સ્ટ, ફોટો, GIF, વીડિયો અથવા અન્ય કોઈ કન્ટેન્ટ મોકલવા માટે વધુ એક સ્ટેપ ફોલો કરવું પડશે. આમ કરવાથી યુઝર્સ કોઈ પણ મેસેજને ફોરવર્ડ કરવા પહેલાં તે મેસેજ ન મોકવા અથવા લિસ્ટમાં વધુ લોકોને જોડવા જેવી બાબતે વિચારી શકશે. કંપની હાલમાં ફેક ન્યૂઝ અટકાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે ત્યાર આ ફીચર લોન્ચ કરવા પાછળનું કારણ ફેક ન્યૂઝ પર રોક લગાવવાનું જ હોય એમ મનાઈ રહ્યું છે.

કેવી રીતે કામ કરશે આ 'Forward Preview' ફીચર:

રિપોર્ટ અનુસાર આ ફીચર એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.18.325મા જોવા મળ્યું છે. ટિપ્સ્ટરે જણાવ્યું કે WhatsApp એક 'Forward Preview' ફીચરને ટેસ્ટ કરી રહ્યું છે જેનાથી કોઈ પણ મેસેજને ફોરવર્ડ કરવા પહેલાં એક પોપ-અપ ખુલશે. તેમાં યુઝર્સને કન્ફર્મ કે કેન્સલ કરવાનું ઓપ્શન મળશે. આ પ્રિવ્યૂ ત્યારે જોવા મળશે જ્યારે તમે કોઈ મેસેજ અથવા મીડિયા ફાઇલને બે અથવા તેનાથી વધુ કોન્ટેક્ટને મોકલશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp