WhatsAppનું નવું ફીચર, તમે ફોરવર્ડ કરવામાં આવેલા મેસેજને કરી શકશો વેરિફાઈ

PC: express.co.uk

ખોટા સમાચાર અને અફવાઓ પર લગામ લગાવવા માટે WhatsApp હવે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે અફવાઓને ઓછી કરી શકે છે. આ નવા ફીચર અંતર્ગત યુઝર્સ ફોરવર્ડ કરવામાં આવેલા મેસેજને વેરિફાય કરી શકશે.

આ પહેલા કંપનીએ Frowerdedનું ટેગ પણ આપ્યું હતું, જેના પરથી એ જાણી શકાય છે કે મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો છે. WhatsAppના સમાચારોને ટ્રેક કરનારી વેબસાઈટ WABetainfo કેટલાક નવા ઓપ્શન્સ લાવી રહ્યું છે, જે ફ્રિક્વન્ટ ફોરવર્ડેડ મેસેજની અંદર આપવામાં આવશે.

આ પહેલા પણ એ જણાવવામાં આવી રહ્યું હતું કે, કંપની આ ફીચર પર કામ કરી રહી છે, જેનાથી ઈમેજની ઓથેન્ટિસિટી જાણી શકાય છે.

કઈ રીતે કામ કરશે આ ફીચર

વેરિફાયવાળા આ ફીચર અંતર્ગત તમે પોતે વેરિફાય કરી શકો છો કો ફોરવર્ડ કરવામાં આવેલો મેસેજ ફેક છે કે સાચો છે. WhatsApp પર જેવો તમારા પર ઘણા ફોરવર્ડ કરવામાં આવેલો મેસેજ મળે છે, તમને એક સર્ચ આઈકોન દેખાશે.

આ સર્ચ આઈકોન પર ટેપ કરીને તમે WhatsAppના એ મેસેજને ડાયરેક્ટ Google પર ચેક કરી શકો છે. Google પર જો તમને તેની સાથે સંકળાયેલા સમાચાર મળે તો તમે પોતે અંદાજો લગાવી શકો છો કે ફોરવર્ડ કરવામાં આવેલો મેસેજ સાચો છે કે ખોટો.

આ ફીચર હાલ ડેવલપમેન્ટના સ્ટેજમાં છે અને WABetainfoએ એક સ્ક્રીનશૉટ શેર કર્યો છે. આ ફીચરને પહેલા Android યુઝર્સ માટે લાવવામાં આવશે. બાદમાં તેને IOS માટે પણ લાવવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp