નવી SUV ખરીદીને પિતાએ કહ્યું- ‘દીકરીની ખુશી તો જુઓ’, આનંદ મહિન્દ્રાએ કહ્યું...

PC: ndtv.com

દરેક વ્યક્તિનું સપનું હોય છે કે, તેનું જીવન સારી રીતે પસાર થાય. રહેવા માટે ઘર, ખાવા માટે ખોરાક હોય અને ફરવા માટે એક સારી ગાડી હોય. જો કે, આ ત્રણેય વસ્તુઓને હાંસલ કરવા માટે સખત મહેનત કરવી પડે છે. હાલમાં જ એક વ્યક્તિએ SUV ની ખરીદી કરી અને સોશિયલ મીડિયા પર દેશના ફેમસ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાને ટેગ કરતા પોતાનો ફોટો શેર કર્યો, આ ફોટોને જોઇને આનંદ મહિન્દ્રા પણ ખૂબ જ ખુશ થયા. તેમણે આ વ્યક્તિના ફોટોને શેર કરીને હૃદયને સ્પર્શી જતી વાત કહી.

ટ્વીટમાં જોઈ શકો છો કે, એક વ્યક્તિએ મહિન્દ્રા કંપનીની SUV XUV700 AX7L ખરીદી છે. @srikanth9006 નામના ટ્વીટર અકાઉન્ટથી બે ફોટો શેર કરવામાં આવ્યા છે. એક ફોટોમાં ગાડી છે અને બીજા ફોટોમાં વ્યક્તિની દીકરી જોવા મળી રહી છે. આ ફોટોની સાથે વ્યક્તિએ લખ્યું છે , ‘મેં મહેનતથી કાર ખરીદી છે. મારી દીકરી ખૂબ જ ખુશ છે.’ આ ટ્વીટને રિટ્વીટ કરતા આનંદ મહિન્દ્રાએ લખ્યું કે, ‘તમે તમારી દીકરીને કહેજો કે, તેને મારો દિવસ બનાવી દીધો છે.’

આ ટ્વીટ પર અનેક લોકોના કમેન્ટ્સ જોવા મળી રહ્યા છે. ટ્વીટને 7 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. તેમજ અનેક લોકોએ આ ફોટો પર શાનદાર કમેન્ટ્સ પણ કરી છે. એક યૂઝરે કમેન્ટ કરતા લખ્યું કે, ‘સાચે જ દિલ ખુશ થઇ ગયું.’ તેમજ અન્ય એક યૂઝરે કમેન્ટ કરતા લખ્યું કે, ‘ખૂબ જ પ્રેમાળ ફોટો.’

અન્ય એક યૂઝરે પણ મહિન્દ્રાની XUV700 ને પોતાના દીકરાનું સપનું ગણાવતા ખરીદી કરી, તે સમયનો વીડિયો પોસ્ટ કર્યો છે. નોંધનીય છે કે, મહિન્દ્રા XUV700 ભારતીય ઓટો મોબાઈલ નિર્માતા Mahindra & Mahindra દ્વારા નિર્મિત એક કોમ્પેક્ટ ક્રોસઓવર SUV છે. આને 14 ઓગસ્ટ 2021મા લોન્ચ કરવામાં આવી હતી. 

ટ્વીટર પર 94 લાખ ફોલોઅર્સ

મહિન્દ્રા ચેરમેન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે અને દરેક દિવસે કંઈકને કંઈક એવું પોસ્ટ કરે છે, જે વાયરલ થઇ જાય છે. આનંદ મહિન્દ્રાના ટ્વીટર પર 94 લાખ ફોલોઅર્સ છે, તેઓ ટ્વીટર અકાઉન્ટ પર મોટીવેશનલ કન્ટેન્ટ પોસ્ટ કરવા માટે પણ જાણીતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp