ચીન સામાન બહિષ્કાર બેઅસર, આ કંપનીએ ભારતમાં એક દિવસમાં વેચ્યા 1.30 લાખ ફોન

PC: etb2bimg.com

સીમા વિવાદને કારણે ભારતમાં ચીન વિરોધી માહોલ છે. લદ્દાખમાં ચીન સીમા વિવાદને લીધે ભારત સરકારે એક પછી એક ઘણી ચીની મોબાઈલ એપ્સને ભારતમાં સુરક્ષાનો હવાલો આપી બેન કરી દીધી છે. સીમા પર થયેલા ગતિરોધમાં ભારતના 20 જવાનો 15 જૂનના રોજ શહીદ થયા હતા. ત્યાર પછી દેશમાં ચીન અને તેના સામાનોનો ઉગ્ર બહિષ્કાર કરવામાં આવ્યો. જોકે, હવે લાગી રહ્યું છે કે આ ચીની પ્રોડક્ટ્સનો બહિષ્કાર માત્ર દેખાડા અને થોડા સમય પુરતો જ હતો. કારણ કે એક ચીની મોબાઈલ કંપનીના આંકડા જણાવે છે કે ભારતમાં લોકો ચીની સ્માર્ટફોનને ખૂબ આગળ પડીને ખરીદી રહ્યા છે. કંપનીનો દાવો તો કંઇક આ તરફ જ ઈશારો કરે છે.

ચીની સ્માર્ટફોન કંપની શાઓમીનું સબ બ્રાન્ડ પોકો છે. 15 સપ્ટેમ્બરના રોજ POCO M2ની પહેલી સેલ હતી. કંપનીનો દાવો છે કે એક દિવસમાં 1.30 લાખ સ્માર્ટફોન વેચાયા છે. POCO M2ની શરૂની કિંમત 10999 રૂપિયા છે અને આ સ્માર્ટફોનમાં 5000એમએએચની બેટરી આપવામાં આવી છે. હાલમાં જ કંપનીએ ભારતમાં તેને લોન્ચ કર્યો છે અને તેની પહેલી સેલ 15 સપ્ટેમ્બરના રોજ હતી.

POCO M2ના બે વેરિઅન્ટ્સ છે- 6GB રેમ 64GB સ્ટોરેજ અને 6GB રેમ 128GB સ્ટોરેજ. ટોપ મોડલની કિંમત 12,499 રૂપિયા છે. આ સ્માર્ટફોનને ત્રણ કલર વેરિઅન્ટ્સ બ્લેક, બ્લૂ અને રેડમાં લોન્ચ કરવામાં ઈવ્યા છે.

POCO M2 સ્પેસિફિકેશન અને ફીચર્સ

POCO M2માં 6.3 ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આની છે અને તેમાં વોટર ડ્રોપ સ્ટાઇલ નોચ છે. આ સ્માર્ટફોનમાં MediaTek Helio G80 પ્રોસેસર આપવામાં આવ્યું છે. POCO M2માં 4 રિયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઈમર કેમેરો 13 મેગાપિક્સલનો છે. બીજો 8 મેગાપિક્સલનો અને ત્રીજો 5 મેગાપિક્સલનો છે. જ્યારે ચોથો કેમેરો 2 મેગાપિક્સલનો લેંસ છે.

POCO M2માં 5000mAhની બેટરી આપવામાં આવી છે અને તેની સાથે 18 વોટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ છે. કનેક્ટિવિટી માટે તેમાં હેડફોન જેન, માઈક્રો એસડી કાર્ડ સ્લોટ અને બ્લૂટૂથ, વાઈફાઈ જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનના પાછળના ભાગમાં ફિંગરપ્રિંટ સ્કેનર આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp