Xiaomiના સસ્તા લેપટોપ ભારત આવી રહ્યા છે

PC: gadgets360cdn.com

Xiaomiના ચાહકો માટે સારા સમાચાર છે. શાઓમી ભારતમાં તેના અર્ફોડેબલ લેપટોપ રેન્જ લાવવાની તૈયારીમાં છે. ભારત સહિત કંપની દુનિયાની અન્ય માર્કેટ્સમાં પણ લેપટોપની નવી રેન્જ લોન્ચ કરી શકે છે. જોકે, આ બાબતે કંપનીએ વધુ માહિતી શેર કરી નથી. ભારતમાં Xiaomi તેના લેપટોપ લોન્ચ કરી રહી છે.

ટ્વીટર પર પોસ્ટ કર્યો ટીઝર વીડિયો

Xiaomiના વીપી મનુ કુમારે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે એક લેપટોપનો ઉપયોગ કરી રહ્યા છે. કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે, આ Xiaomiનું લેપટોપ હોઈ શકે છે. જોકે, મોડલ વિશે કોઈ જાણકારી મળી નથી.

ચીનમાં ઉપલબ્ધ છે Xiaomiના આ લેપટોપ

ચીનમાં Mi રેન્જ હેઠળ Mi Notebook, Mi Air, Mi Notebook Pro અને Mi ગેમિંગ સીરિઝ મોજૂદ છે. હવે કંપની ભારતમાં કયુ લેપટોપ લોન્ચ કરી રહી છે, તે ટીઝર દ્વારા બરાબર જોઈ શકાય એમ નથી. પણ માનવામાં આવી રહ્યું છે કે શાઓમીના લેપટોપ જલદી ભારતમાં દસ્તક આપી શકે છે.

6Gની તૈયારીમાં શાઓમી

કંપનીના CEOએ જાણકારી આપી છે કે, વર્ષ 2020ના અંત સુધી કંપની 4G સ્માર્ટફોન બનાવવાનું બંધ કરી દેશે. જોકે, કંપની માત્ર ચીન માટે જ 4G સ્માર્ટફોન બનાવવાનું બંધ કરશે. અન્ય દેશોમાં કંપનીના 4G કનેક્ટિવિટીવાળા હેન્ડસેટ મળતા રહેશે. CEOનું કહેવું છે કે, હવે કંપની 6G કનેક્ટિવિટી અને સેટેલાઈટ ઈન્ટરનેટની તૈયારી કરી રહી છે. એક ન્યૂઝ એજન્સીને ઈન્ટરવ્યૂ આપતા તેમણે કહ્યું હતું કે, 5G કનેક્ટિવિટીને કારણે 4K/8K વીડિયો કોન્ફરન્સિંગ એપ્લીકેશન, ક્લાઉડ ગેમિંગ અને ઓટોપાયલટ જેવા ક્ષેત્રોમાં ક્રાંતિ આવી રહી છે. માટે કંપની સતત બજારમાં 5G સ્માર્ટફોન ઉતારી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp