Xiaomiએ લોન્ચ કર્યો Redmi K30 Pro, જાણો શું છે ખાસ

PC: vox-cdn.com

ચીની સ્માર્ટફોન મેકર Xiaomiએ Redmi K30 Pro લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં Qualcommનું ફ્લેગશિપ પ્રોસેસર Snapdragon 865 આપવામાં આવ્યું છે. પહેલા ડિસેમ્બરમાં કંપનીએ Redmi K30 લોન્ચ કર્યો હતો.

Redmi K30 Proમાં 64 મેગાપિક્સલનો પ્રાયમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 4700mAhની બેટરી આપવામાં આવી છે અને સાથે જ 33W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ છે. Redmi K30 Proમાં AMOLED ડિસ્પ્લે છે અને આ સ્માર્ટફોનમાં ચાર રિયર કેમેરા આપવામાં આવ્યા છે. ડિસ્પ્લેમાં કોઈ નોચ નથી અને સેલ્ફી માટે મોટરાઈઝ્ડ પોપ અપ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે WIFI 6નો સપોર્ટ આપવામાં આવ્યો છે.

Redmi K30 Pro હાલ માત્ર ચીનમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. અહીં આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત RMB 2999 (આશરે 32500 રૂપિયા) છે. આ કિંમત પર 6GB રેમની સાથે 128GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. બીજા વેરિયન્ટમાં 8GB રેમની સાથે 128GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. Redmi K30 Pro Zoom Editionની કિંમત RMB 3799 (આશરે 41000 રૂપિયા) છે. આ કિંમતમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ મળે છે.

Redmi K30 Proના બે વેરિયન્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. Redmi K30 Pro 5G અને Redmi K30 Pro Zoom Edition. તેમાં આપવામાં આવેલો રિયર કેમેરા સેટઅપ સર્ક્યુલર છે.

ચાર કેમેરાની વાત કરીએ તો તેમાં 64 મેગાપિક્લસનો પ્રાયરમી કેમેરો છે, જે AI બેઝ્ડ છે. આ ઉપરાંત, 5 મેગાપિક્સલનો સેન્સર છે. કંપનીનો દાવો છે કે, તેનાથી તમે 8K વીડિયો શૂટ કરી શકો છો. આ સ્માર્ટફોનમાં અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું છે કે, તેમાં લિક્વિડ કૂલિંગ વેપર ચેમ્બર આપવામાં આવ્યું છે.

બીજા કેમેરા તરીકે તેમાં 8 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્ચ આપવામાં આવ્યો છે, ત્રીજો કેમેરો 13 મેગાપિક્સલનો છે, જે વાઈડ એન્ગલ છે, જ્યારે ચોથો કેમેરો 2 મેગાપિક્સલનો છે. આ સ્માર્ટફોનના કેમેરામાં 30X ઝૂમ આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp