Xiaomi ભારતમાં 20 મેના રોજ લોન્ચ કરશે 48 મેગાપિક્સલનો Redmi Note 7S સ્માર્ટફોન

PC: indiatoday.com

ચીની સ્માર્ટફોન મેકર Xiaomi ભારતમાં 20 મેના રોજ Redmi Note 7S લોન્ચ કરશે. આ અગાઉ ફેબ્રુઆરીમાં Redmi Note 7 અને Redmi Note 7 Pro લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોન્સની સફળતાને જોતા જ કદાચ કંપની હવે Redmi Note 7S લોન્ચ કરવાની તૈયારીમાં છે. Xiaomiના જણાવ્યા અનુસાર, Redmi Note 7Sમાં 48 મેગાપિક્સલનો કેમેરો હશે. જોકે, Redmi Note 7 Proમાં પણ 48 મેગાપિક્સલનો જ રિયર કેમેરો આપવામાં આવ્યો છે.

હાલમાં જ ચીનમાં Redmi Note 7ને સ્પેસમાં મોકલવામાં આવ્યો હતો અને ત્યાંથી થોડાં ફોટા ક્લિક કરવામાં આવ્યા હતા. Redmi Note 7S વિશે કંપનીએ હાલ વધુ ડિટેલ્સ શેર નથી કરી. પરંતુ આ બજેટ સ્માર્ટફોન હશે અને તેમા Qualcomm Snapdragon 730 પ્રોસેસર આપવામાં આવી શકે છે. આ ઉપરાંત તેમા ટ્રિપલ રિયર કેમેરો પણ આપાવમાં આવી શકે છે.

Xiaomi અહીંથી જ અટકવાનું નથી, પરંતુ તે ટૂંક સમયમાં જ પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરશે, જેમાં Qualcomm Snapdragon 855 પ્રોસેસર આપવામાં આવશે. તેનું ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ આ ફોન K20 હશે કે POCO F2 તે હજુ સ્પષ્ટ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp