Xiaomi Redmi Y3 32 મેગાપિક્સલ કેમેરા સાથે ભારતમાં આ તારીખે થશે લોન્ચ

PC: twitter.com

Xiaomiએ ભારતીય માર્કેટમાં પોતાના અપકમિંગ સ્માર્ટફોન માટે મીડિયા ઈન્વાઈટ્સ મોકલવા શરૂ કરી દીધા છે. Xiaomiએ કન્ફર્મ કરી દીધું છે કે, Redmi Y3 સ્માર્ટફોનને ભારતીય માર્કેટમાં 24 એપ્રિલે લોન્ચ કરવામાં આવશે. Redmi Y3ના ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવશે. આ અગાઉ Redmi Y3ને Wi-Fi સર્ટિફિકેશન મળ્યું હતું.

Redmi Y3ની વેબસાઈટ લિસ્ટિંગમાં એ વાત સામે આવી હતી કે, આ ફોન MIUI 10 Android 9.0 Pieની સાથે લોન્ચ થશે. 32 મેગાપિક્સલના કેમેરા ઉપરાંત અન્ય અનુમાનો પરથી લાગી રહ્યું છે કે, Redmi Y3, Redmi 7ને રિપ્લેસ કરી શકે છે. Redmi Y3 વર્તમાનમાં ભારતીય માર્કેટમાં વેચાઈ રહેલા Redmi Y2નો સક્સેસ્સર હશે. Redmi Y2માં 5.99 ઈંચની IPS ડિસ્પ્લે આપવામાં આવી છે. Android 8.1 Oreo પર કામ કરે છે. ફોનને બાદમાં Android 9.0નું અપગ્રેડ મળ્યું હતું. ફોનમાં MIUI 10 છે.

Redmi Y2માં ક્વાલકોમ સ્નેપડ્રેગન 625 ઓક્ટા-કોર 14nm ચિપસેટ આપવામાં આવી છે, તો બની શકે કે Redmi Y3માં સ્નેપડ્રેગન 7-સીરિઝ ચિપસેટ આપવામાં આવી હોય. Y2 બે વેરિયન્ટ- 3GB/ 32GB અને 4GB/ 64GBમાં આવે છે. Redmi Y2ના રિયમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 12 મેગાપિક્સલનો પ્રાયમરી અને 5 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યું છે. Redmi Y3 4000mAhની બેટરીની સાથે આવી શકે છે. Redmi Y2માં ફિંગરપ્રિન્ટ સ્કેનરની સાથે 3080mAhની બેટરી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp